પ્રથમ વખત મેં ભાજપને મત આપ્યો છે : કુંવરજી બાવળીયા

Kunvarjibhai Bavaliya statement

જસદણમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અને મતદાન કર્યા બાદ જીતના દાવાઓ કર્યા. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કદાચ વર્ષો બાદ અથવા તો પ્રથમ વખત ભાજપને મત આપ્યો હોવાનું કહ્યું. જ્યારે કોંગી ઉમેદવાર અવસર નાકિયાએ દાવો કર્યો કે તેઓએ જેમને મત આપ્યો છે.તે પાર્ટીનો ઉમેદવાર વિજેતા થાય છે. અને આજે કોંગ્રેસ તરફી મતદાન કર્યુ હોવાનું કહ્યું. બાવળિયા 7 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપ વનવે આ બેઠક પર આગળ વધી રહ્યું છે.

ગઢનો સિંહ કોણ ?

કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને કેબિનેટ પ્રધાન પદ મેળવ્યુ. ત્યારે આજે મતદાન બાદ વિશ્વાસ કરતા કહ્યું કે, આ વિસ્તારના વ્યક્તિ તરીકે તેમને પ્રથમ વખત કેબિનેટમા સ્થાન ભાજપે અપાવ્યુ છે.ત્યારે મતદાન કરતા પહેલા લોકો તે વાતને ધ્યાને રાખશે. તો અવસર નાકિયાએ જસદણ કોંગ્રેસનો ગઢ હતો. આજે છે અને તે કોંગ્રેસનો ગઢ રહેશે તેવો દાવો કર્યો

કુંવરજીભાઇની આશા

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર માટે ગામડાને ગામડા ખુંદી વળ્યા છે. ત્યારે આજે મતદાનના દિવસે કુંવરજીએ ગ્રામ્ય, શહેરી વિસ્તારમાં જે ઉત્સાહ હતો. તે કમળના નિશાન પર મત આપશે તેવી આશા વ્યક્ત કરી.જ્યારે અવસર નાકિયાએ દાવો કર્યો કે તેઓ તમામ 105 ગામો ફર્યા છે. તમામ ગામ અને સમાજના લોકોએ તેમને આવકાર્યા છે.અને ખોબલે ખોબલે મત આપવાની પણ વાત કહી છે. તેમ નાકિયાએ કહ્યું હતું.

લોકો ભાજપને મત આપવા પહોંચ્યા

કડકડતી ઠંડીમાં પણ જે રીતે મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તે જોતા પ્રંચડ મતદાન થાવે તેવી શક્યતા છે. ત્યારે અવસર નાકિયાએ મતદારની ટકાવારી વધશે. તે ભાજપમાં ગયેલા લોકો પ્રત્યેનો રોષ હશે તેવો દાવો કર્યો. તો કુંવરજીએ દરેક મતદાન મથકો પર લોકો ભાજપને મત આપવા પહોંચ્યાનો પણ દાવો કર્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter