GSTV

ડોકલામ વિવાગ બાદ પહેલીવાર ભારત-ચીનની સેનાઓ કરશે સંયુક્ત સૈન્યાભ્યાસ

ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીન 2018ના વર્ષના આખરી તબક્કામાં સંયુક્ત લશ્કરી કવાયત કરશે. ભારત અને ચીનના અધિકારીઓ નજીકના ભવિષ્યમાં ચીનના શહેર ચેંગદૂમાં આના સંદર્ભેની યોજનાને આખરી ઓપ આપશે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ વુ કિયાનનું કહેવું છે કે સાતમા ભારત-ચીન સંયુક્ત સૈન્યાભ્યાસનું આ વર્ષે આયોજન થશે. તેમણે કહ્યું છે કે બંને દેશોની સેના આના સંદર્ભે ચેંગદૂમાં ચર્ચા કરવા માટે સંમત છે. સંયુક્ત સૈન્યાભ્યાસ હેન્ડ-ટુ-હેન્ડનો ઉદેશ્ય આતંકવાદ વિરોધી અભિયાન પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. મહત્વપૂર્ણ છે કે ડોકલામ વિવાદને કારણે ગત વર્ષે ભારત અને ચીન વચ્ચેનો સંયુક્ત સૈન્યાભ્યાસ આયોજીત થઈ શક્યો ન હતો.

ભારત-ચીનની સેનાઓ કરશે સંયુક્ત સૈન્યાભ્યાસ

ડોકલામ વિવાગ બાદ પહેલીવાર સંયુક્ત સૈન્યાભ્યાસ

Related posts

આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, 11 હજાર કેદિઓને જેલમાંથી છોડી મુકશે પણ…

Arohi

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!