GSTV
Kutch Trending ગુજરાત

કચ્છના અખાતમાં સૌપ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને દુર્લભ એવા ડુગોંગનો વીડિયો ઉતારાયો

ડુગોંગ એકમાત્ર શાકાહારી દરિયાઈ સરતન પ્રાણી છે જે દરિયાઈ ઘાસ પર સંપૂર્ણપણે નિર્ભર છે. અતિશય માછીમારીના દબાણ અને અન્ય દરિયાકાંઠા વિકાસલક્ષી પ્રવૃત્તિઓના પરિણામે ભારતમાં દરિયાઈ ઘાસના રહેઠાણોનું અધપતન થઈ રહ્યું છે અને છેવટે ડૂગોંગની વસ્તી ઘટી રહી છે. ડુગોગ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સુરક્ષિત છે. દરિયાઈ વસવાટો, ખાસ કરીને દરિયાઈ ઘાસની જીવસૃષ્ટિ જાળવવામાં ડુગૉગ મૂળભૂત ઇકોલોજીકલ ભૂમિકા ભજવે છે.

2016થી, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટટ્યૂટ ઓફ ઇન્ડિયા ભારતમાં CAMPA અને MaEFCC ના સંકલિત સહભાગી અભિગમ દ્વારા આ દુર્લભ દરિયાઈ ગાય પ્રજાતિઓ અને તેના રહેઠાણને બચાવવા માટે ભારતીય દરિયાકાંઠે ત્રણ સ્થળોએ આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ (મન્નાર અને પાક ખાડીનો અખાત અને ગુજરાત કચ્છનો અખાત) માં કામગીરી કરે છે. હાલમાં, લગભગ 200 જીવિત ડુગોંગ ભારતમાં હોવાની શક્યતા છે આમાં ગુજરાતના દરિયાકાંઠે ડ્રેગોગની વસ્તી ખૂબ ઓછી છે.

ગુજરાત વન વિભાગના સક્રિય સહયોગથી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WI) ના ડો. જે.એ.જોન્સન અને પોંડિચેરી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કે. શિવકુમાર ના માર્ગદર્શન હેઠળ, સંશોધકો સમીલ પઠાણ, સાગર રાજપુરકર, શિવાની પટેલ, પ્રાચી હટકર, જેમ ક્રિશ્ચિયન અને ઉત્તેર કુરેશી ડ્રોંગની બાયોલોજીને સમજવા ડુગેંગના રહેઠાણને મોનિટર કરવા અને કચ્છના અખાતમાં આ નોંધપાત્ર પ્રજાતિના સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા વગેરે કામગીરી કરે છે. ભૂતકાળમાં, સંશોધકોને કચકના અખાતના કેટલાક સંરક્ષિત ભાગોમાં ડુગાના ફીડિંગ ટેલ્સ દ્વારા તેમના પરોક્ષ પુરાવા મળ્યા છે, તેમજ 2018માં મૃા ડુંગોંગ સ્ટેન્ડિંગ્સથી તેમના અસ્તિત્વની પુષ્ટિ થઈ હતી. તદ્દઉપરાંત માછીમારોના સર્વેથી આ વિસ્તારમાં ડુંગોંગ જોવામાં આવે છે તેની જાણ મળતી. પરંતુ આ પહેલા ગુજરાતના દરિયાકાંઠેથી જીવંત ડુગીંગના કોઈ ફોટોગ્રાફિક પુરાવા ન હતા.


WII સંશોધક સાગર રાજાપુરકરે તાજેતરના સર્વે દરમિયાન કચ્છના અખાતમાં જીવંત ડુગોંગનુ તેના કુદરતી વસવાટમાં ગુજાત વન વિભાગના સહયોગથી પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડીંગ કર્યુ હતું.

મરીન નેશનલ પાર્ક નામનગરના નાયબ વન સંરક્ષકશ્રી આર સીલ કુમારનએ જણાવ્યું કે, “પુરાવાઓ હોવા છતા આ ફોટોગ્રાને પુરાવાઓ કચ્છના અખાતમાં ડોંગના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. આ એક પ્રગતિશીલ સિદ્ધિ છે. મરીન નેશનલ પાર્ક ઓટીઝને કચ્છના અખાત્નમાં ડુગૉગ વન અને તેમના રહેઠાોના મગજમાં વધુ પ્રયત્નો કરવા માટે ખૂબ પ્રોત્સાહન આપે છે”

એરિયલ ડ્રોન દ્વારા ફોટોગ્રાફિક પુરાવા અને વિડિયો ફૂટેજ ડ્રગોંગ વસ્તીની હિલચાલ અને ઇકોલોજી સમજવામાં તેમજ કચ્છના અખાતમાં દુર્ગાગના આવાસ અને એના વસ્તીનું કદ જાણવા મેનેજમેન્ટ એક્શન પ્લાન બનાવવા મદદરૂપ છે. ચાલો આશા રાખીએ કે ગુજરાતના દરિયામાં હજુ ઘણા વધુ જીવંત ડુગૉગ્સ ગણતરી કરવા માટે છે.

READ ALSO:

Related posts

રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

pratikshah

ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા

pratikshah

રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!

Binas Saiyed
GSTV