ખેડૂતો માટે ખુખશબર: મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વધશે પાકના ભાવ

દેશમાં ખેડૂતોની હાલત સૌથી વધારે ખસ્તા છે. ખેડૂતો માટે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો પાકના ભાવ છે. ખેડૂતોને સૌથી વધુ નુક્સાન કઠોળના પાકમાં થઈ રહ્યું છે. કઠોળના ઓછા ઉત્પાદન છતાં ખેડૂતોને ટેકાની સમકક્ષ પણ ભાવ મળી રહ્યાં નથી. જેને પગલે મોદી સરકારે અેક મોટો નિર્ણય લીધો છે. જેને પગલે કઠોળના ભાવમાં સુધારો થઈ શકે છે. 

કઠોળની આયાત પરના પ્રતિબંધો માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે સરકાર ઈચ્છે છે કે ખેડૂતો તેમની પેદાશ માટે વળતરયુક્ત ભાવ મેળવે. એપ્રિલમાં સરકારે વેપારીઓને ડિસેમ્બર સુધીમાં 1 લાખ ટન પીળા વટાણા, 2 લાખ ટન તુવેર અને 3 લાખ ટન અડદ અને મગની આયાત કરવાની મંજૂરી આપી હતી.

વર્તમાન સમયમાં કઠળના ભાવ એમએસપીથી નીચે 

વેપારીઓ કહે છે કે તુવેર અને અડદનુ ઉત્પાદન ઓછું અને સરકારને કઠોળની આયાત ખોલવા જણાવ્યુ છે. વેપારીઓનું કહેવુ છે કે પ્રતિબંધો ને લાગુ કરનાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવેલ સુચનાને સમાપ્ત કરવી જોઈએ. વર્તમાન સમયમાં કઠળના ભાવ એમએસપીથી નીચે છે. તેમજ સરકારી એજન્સીઓ પાસે 11 લાખ ટનનો વિશાળ બફર સ્ટોક પણ છે.

અાયાત પ્રતિબંધ ખેડૂતોને ફાયદો કરાવશે

સરકારી અધિકારીએ જણાવ્યુ હતું કે આયાત પ્રતિબંધને લંબાવવાથી ખેડૂતોને સારા ભાવ મળે. કૃષિ મંત્રાલયે જણાવ્યુ હતુ કે ખરીફ કઠોળ જેવા કે તુવેર, મગ અને અડદનુ ઉત્પાદન 9.22 મિલિયન ટન થશે, જે ગત વર્ષના 9.34 મિલિયન ઉત્પાદન કરતા ઓછું છે. અત્યારે રવિ પાકોનુ વાવેતર ધીમે ધીમે વધી રહ્યુ છે.  આયાત નીતિ અંગે નિર્ણય લેતાં પહેલાં ઉત્પાદન અને માગ અંગે સ્પષ્ટતા મેળવવા ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. તેમ ઈન્ડિયાન પલ્સ એન્ડ ગ્રેઈન એસોસીએશનના વાઈસ ચેરમેન બિમલ કોઠારીએ જણાવ્યુ હતુ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter