GSTV
Business Trending

ઇલેક્ટ્રિક વાહનો માટે સરકાર 4 હજાર કરોડની સબસીડીની ફાળવણી કરશે

સંખ્યાબંધ ઓટો કંપનીઓ હવે ઇલેક્ટ્રિક મોટરકારો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ દિશામાં આગળ વધનારી કંપનીઓને પ્રોત્સાહન મળે તે માટેની પ્રક્રિયાને આગળ ધપાવી રહી છે અને તેના માટે મોટી રકમની ફળવાની કરી રહી છે.

નાણાં મંત્રાલય ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા માટે રૂ. 4 હજાર કરોડની સબસિડીને મંજૂરી આપી શકે છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં આ યોજનાના અમલ માટે રૂ.12,200 કરોડની માગણી કરી હતી.

આ યોજનાના બીજા તબક્કામાં સબસિડી માત્ર ઇલેક્ટ્રિક બસ અને તમામ શ્રેણીનાં વાહનો માટે ચાર્જિંગ માળખું લગાવવા માટે છે. હાલ ફેમ ઇન્ડિયા-1 હેઠળ પ્રોત્સાહન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી માટે આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ટેક્નોલોજીના આધારે બેટરી સંચાલિત સ્કૂટર અને બાઇક માટે પણ રૂ.1800થી લઇને રૂ.29 હજાર વચ્ચેનું ઇન્સેન્ટિવ માટે પાત્ર છે, જ્યારે ત્રિચક્રી વાહનોમાં 3300થી 61,000 વચ્ચે ઇન્સેન્ટિવ મળે છે. સરકાર હવે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 4 હજાર કરોડની સબસિડી આપવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે કેબિનટ પાસેથી યોજનાના બીજા તબક્કાને એક પખવાડિયાની અંદર મંજૂરી મળવાની આશા છે.

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV