રાજ્યમાં સૌપ્રથમવાર આયોજન તથા એટીવીટી જોગવાઇ હેઠળના કામોનો વર્કઓર્ડર વિતરણ કેમ્પ બોટાદ નગરપાલિકા હોલ ખાતે યોજાઇ ગયો. રાજ્યભરમાં સૌ પ્રથમવાર આ જિલ્લો વહિવટી તંત્રના સુચારૂ આયોજન થકી આ વર્કઓર્ડર આપવા અગ્રેસર રહ્યો છે.
વહિવટી તંત્ર દ્વારા આચારસંહિતા પૂર્ણ થતા નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ દિવસે તા.27-05ના એક જ દિવસે 90% કામોને વહિવટી મંજૂરી આપી આ કેમ્પ દ્વારા એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર મળી રહે તેવું આયોજન કરી વિકાસના કામોમાં સહકાર આપી કામને વેગ આપ્યો છે તેમ અધ્યક્ષસ્થાનેથી મંત્રીએ જણાવી ઉમેર્યું હતુ કે, આ વર્કઓર્ડર લેવામાં જે તકલીફો પડતી હતી તે તકલીફો આ સરકારે દૂર કરી આ આયોજન થકી એક જ દિવસે અને એક જ સ્થળેથી વર્કઓર્ડર આપવાનું કાર્ય કર્યું છે.

180 ગામોમાંથી આવેલા સરપંચ તેમજ તલાટી મંત્રીને જણાવ્યું હતું કે, આ વર્ક ઓર્ડર દ્વારા આપણે પણ સરકારને સહકાર આપી વિકાસના કામોને ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવી સમયસર કામો પૂર્ણ કરવા જોઇએ. આ પાંચ વર્ષના સમયગાળામાં ગામના વિકાસ માટેના કામોમાં પ્રાથમિક સુવિધાઓને લગતા અનેકગણા કામો પૂર્ણ કરવાની જવાબદારી રહેલી છે. કાર્યક્રમના અંતમાં મંત્રી સૌરભભાઇ તેમજ મહાનુભાવો દ્વારા આજીવિકા પ્રોજેક્ટના વર્કઓર્ડરનો શુભારંભ કરી વિતરણ કરવામાં આવ્યું હતું.
READ ALSO
- સુરત/ ગોપીપુરા વિસ્તારમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાઈ, ચોકનું કરાયું નામકરણ
- મોંઘવારીનો માર જીલવા થઈ જાવ તૈયાર, Budget 2021માં પેટ્રોલ-ડિઝલ પર પ્રતિ લિટર 1 રૂપિયાનો કોવિડ સેસની તૈયારી
- Budget 2021: નોકરીયાત હોય કે બેરોજગાર વ્યક્તિ, આ ટેક્સ ફરજિયાત આપવો પડશે, જાણો શા માટે છે જરૂરી
- ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પોલીસ બેડામાં મોટો ફેરફાર: 88 PSIની કરી નાખી બદલી, આજે જ હાજર થવા આદેશ
- શું કાપડના માસ્ક પર લાગશે પ્રતિબંધ? જર્મની-ઓસ્ટ્રેલિયાના આ નિર્ણયથી થવા લાગી ચર્ચા, WHOએ આપ્યો આ જવાબ