GSTV
Home » News » દિવસભર રાહુલે રાફેલ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા બાદ નિર્મલા સિતારમન સામે આવ્યા

દિવસભર રાહુલે રાફેલ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા બાદ નિર્મલા સિતારમન સામે આવ્યા

NIRMALA-SITHARAMAN

સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને રફાલ ડિલ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જુઠ્ઠાણાનો આરોપ લગાવ્યો. નિર્મલા સીતારમને કહ્યું કે, સમાચાર પત્રએ રફાલ મુદે સંપૂર્ણ સત્ય છાપ્યું નથી. અખબારનો ઉદ્દેશ માત્ર લોકોના મનમાં સંદેહ પેદા કરવાનો છે. તેમણે કોંગ્રેસને સવાલ કરતા કહ્યું કે, કોંગ્રેસના સમયમાં નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ શું હતી. જે સોનિયા ગાંધીની અંડરમાં કામ કરતી હતી. તો શું નેશનલ એડવાઈઝરી બંધારણીય સંસ્થા નહોતી. આ સંસ્થાઓ યુપીએના શાસનકાળમાં PMOનું રિમોટ કંટ્રોલ હતી.

મહત્વપૂર્ણ છે કે, સમાચાર પત્રના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પીએમઓ દ્વારા રફાલ મુદ્દે ફ્રાંસ સાથે વાતચીત કરવામાં આવી જેના કારણે સંરક્ષણ મંત્રાલયનો પક્ષ ડીલમાં નબળો પડ્યો. સમાચાર પત્રના અહેવાલ બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પીએમ મોદી અને અનિલ અંબાણી પર સતત નિશાન સાધી રહ્યા છે.

Related posts

પાકિસ્તાનનાં રેડિયોએ કર્યો દાવો, કુલભૂષણ જાધવ મામલામાં નથી થઈ કોઈ ડીલ

Mansi Patel

સંભોગનો આ છે સૌથી શ્રેષ્ઠ પ્રકાર, પણ મોટાભાગની સ્ત્રીઓને નથી હોતો પસંદ

Arohi

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!