GSTV
Home » News » બંગાળમાં ભાજપનો પ્રવેશ દીદી માટે લાલબત્તી સમાન, વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીનાં સૂપડા સાફ થશે

બંગાળમાં ભાજપનો પ્રવેશ દીદી માટે લાલબત્તી સમાન, વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીનાં સૂપડા સાફ થશે

mamata banerjee links poll to bjp

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અને સાતેય તબક્કાના મતદાનમાં હિંસા થઈ હતી. ભાજપે 42માંથી 18 બેઠકો જીતીને મમતા બેનર્જીના ગઢમાં મોટું ગાબડું પાડ્યું. અને આ ચૂંટણી પરિણામે સ્પષ્ટ કરી દીધું કે 2021માં પશ્ચિમ બંગાળમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મમતાની ટીએમસીને પછાડવા ભાજપ તૈયાર થઈ ગયું છે.

PM Modi BJP

દીદીનાં ગઢનાં કાંગરા ખેરવવામાં મોદી-શાહ સફળ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપ અને ટીએમસીની ખાસ નજર હતી. મમતા બેનર્જીએ પોતાની પાર્ટીને બચાવવા તો ભાજપે બંગાળમાં ડગ માંડવા તમામ પ્રયાસો કર્યા. અને પરિણામો મમતા બેનર્જી માટે ચોંકાવનારા આવ્યા. ભાજપે 42માંથી 18 બેઠકો જીતીને બંગાળમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પોતાનું સ્થાન બનાવી દીધું. મમતા દીદીને બેઠકો 34માંથી ઘટીને 22 પર આવી ગઈ. ટીએમસીને 43.28 ટકા મત મળ્યા તો ભાજપને 40.25 ટકા લોકોએ વોટ આપ્યા. તૃણમુલ વિરોધીઓના તમામ મત ભાજપમાં ગયા. ટીએમસીએ બંગાળની અસ્મિતા અને સાંસ્કૃતિક વારસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો અમિત શાહના રોડ શો દરમિયાન વિદ્યાસાગરની પ્રતિમાને તોડવાના મુદ્દે મમતા બેનર્જીએ જોરશોરથી ઉઠાવ્યો. અને તેનો તેમને ફાયદો મળ્યો.

બંગાળમાં ડાબેરીઓનો સંપુર્ણ સફાયો

સૌથી વધુ નુકસાન સીપીએમના નેતૃત્વવાળી લેફ્ટ ફ્રંટને થયું. 2014માં 29.9 ટકા વોટ શેર હતો તેમાં આ વખતે 7.5 ટકાનો ઘટાડો થઈ ગયો. અને એ સ્થિતિ આવી ગઈ કે સીપીએમની સ્થાપનાના 100 વર્ષ થવાને નજીક છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં વામદળોનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. સીપીએમના પતનનો સીધો ફાયદો ભાજપને થયો. તો કોંગ્રેસને માત્ર બે જ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

Mamata Banerjee

2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા દીદી માટે કપરા ચઢાણ

ચૂંટણી પરિણામો પરથી લાગી રહ્યું છે કે માત્ર લઘુમતીઓએ મમતાના સમર્થનમાં વોટીંગ કર્યું. મમતાએ જે બેઠકો પર જિત મેળવી તેમાં 20 ટકા મતદારો મુસલમાન હતા. પશ્ચિમ અને ઉત્તર બંગાળમાં આદિવાસીઓએ ભાજપના સમર્થનમાં વોટિંગ કર્યું. આ ચૂંટણી પરિણામથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળમાં 2021માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મમતાને એક શસક્ત વિપક્ષનો સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!