GSTV

આવતા વર્ષે ભારતમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ પર પણ જોખમ, ICC એ આ દેશોને સજ્જ રહેવા કહી દીધું

ICCએ તાજેતરમાં  જ તેની બેઠકમાં એવો નિર્ણય લીધો હતો કે આવતા વર્ષે એટલે કે 2021માં ભારતમાં ટી20 વર્લ્ડ કપ યોજાશે. આમ તેની યજમાની યથાવત રહેશે. જ્યારે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારો ટી20 વર્લ્ડ કપ હવે 2022માં યોજાશે. આ નિર્ણય પર બંને દેશના ક્રિકેટ બોર્ડ સહમત પણ થઈ ગયા હતા.

ભારતમાં યોજાનાર ટી20 વિશ્વકપ પર જોખમ

આમ છતાં હજી પણ ભારતમાં યોજાનારા 2021ના ટી20 વર્લ્ડ કપ સામે જોખમ રહેલું છે. ભારતમાં યોજાનાર ટી20 ક્રિકેટ વર્લ્ડ કપને હજી એક વર્ષ બાકી છે. કોરોના વાયકસને કારણે જો ભારતમાં આ ટુર્નામેન્ટ યોજાય નહીં તો શ્રીલંકા અને યુએઈને મેન્સ ટી20 વર્લ્ડ કપ 2021ના બેકઅપ સ્થળ તરીકે સજ્જ રહેવા આઇસીસી દ્વારા કહી દેવામાં આવ્યું છે.

ભારતમાં ટી 20 વિશ્વકપ યોજવા અને ICC એ કરી હતી જાહેરાત

ICC

આઇસીસીએ ગયા સપ્તાહે પુષ્ટિ કરી હતી કે ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતમાં અને 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. કોઈપણ વૈશ્વિક ટુર્નામેન્ટમાં બેકઅપ સ્થળ માટેનો એક પ્રોટોકોલ હોય છે. દરેક આઇસીસી ટુર્નામેન્ટનો બેકઅપ સ્થળ માટેનો  પ્રોટોકોલ નક્કી હોય છે પરંતુ આ વખતે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેનું મહત્વ વધી જાય છે.

અન્ય દેશોને તૈયાર રહેવા સૂચન

આઇસીસીનું માનવું છે કે આવતા વર્ષ સુધી કોરોનાનું જોખમ રહે અને ભારત ટી20 વર્લ્ડ કપ યોજવા માટે અસમર્થતા દાખવે તો તેવા સંજોગોમાં અન્ય દેશોને તૈયાર રાખવા જોઇએ.

કોરોના સંક્રમણમાં ભારત ત્રીજા ક્રમે

કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે આવે છે.  ત્યાં 20 લાખથી વધુ કેસ અને 45000 થી વધુ મોત થયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીએલનું આયોજન યુએઈમાં કરાવવું પડ્યું છે.

MUST READ:

Related posts

ખેડૂત આંદોલન ન અટક્યું તો મંત્રી બાદ આ રાજ્યમાં ભાજપ સરકાર થશે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel

રાજ્યમાં ફરી આંદોલનના એંધાણ : ખેડૂતોએ કહ્યું, કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ થવા નહીં દઈએ

Nilesh Jethva

એકાઉન્ટને પર્સનલાઈજ્ડ ટચ આપવા Gmail પર મલ્ટીપલ ઈ-મેલ સિગ્નેચર ફીચરનો કરો વપરાશ, અહીંયા જાણો રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!