GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

2020ની શરૂઆતમાં જ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પ્રધાનમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું

વર્ષ 2019 પૂર્ણ થઇ ગયું છે અને હવે વિશ્વભરમાં 2020ના વધામણા કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે પણ મંદ પડેલી અર્થવ્યવસ્થાને સુધારવા માટે કેટલાક પગલા લેવાની તૈયારી દર્શાવી છે. જેને ધ્યાનમાં રાખીને નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે, આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેના ટાસ્ક ફોર્સની રિપોર્ટ પણ મંગળવારે જાહેર કરવામાં આવી હતી.

સરકારનો દાવો છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે 105 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્ય છે તેનાથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી કંપનીઓે વેગ મળશે અને તેથી આર્થિક સ્થિતિમાં પણ સુધારા આવવાની શક્યતાઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિને આપેલા ભાષણમાં જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના પાવર, સ્વાસ્થ્ય, રેલવે, શહેરી, સિંચાઇ, ડિજિટલ વગેરે ક્ષેત્રના છે. ટાસ્ક ફોર્સે છેલ્લા ચાર મહિનામાં 70 સ્ટેકહોલ્ડરોના અભિપ્રાય લેવા માટે કુલ 70 બેઠકો યોજી હતી. તેમણે સાથે એ પણ જાહેરાત કરી હતી કે દેશમાં પહેલી વખત એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) કોઓર્ડિનેશન મેકેનિઝમની શરૂઆત કરવામાં આવશે. સાથે દર વર્ષે એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન પણ કરવામાં આવશે. આ સમિટ 2020માં જ શરૂ કરી દેવામાં આવશે.

સિતારમણે જણાવ્યું હતું કે 102 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના હશે જ્યારે ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યોના હશે. જે સ્ટેકહોલ્ડરોની સાથે વાતચીત થઇ છે તેમાં મંત્રાલય, રાજ્ય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, ડેવલપર, બેંક વગેરેનો સમાવેશ કરાયો હતો. આમા 39 ટકા હિસ્સો કેન્દ્રનો અને 39 ટકા હિસ્સો રાજ્યનો જ્યારે બાકીનો 22 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્રનો હશે.

ખાનગી ક્ષેત્રનો હિસ્સો 2025 સુધીમાં વધારીને 30 ટકા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આમા હાલ 43 ટકા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  વિવિધ ક્ષેત્ર પર નજર કરીએ તો એનર્જી ક્ષેત્રે 25 લાખ કરોડ, રોડ પર 20 લાખ કરોડ, રેલવે પ્રોજેક્ટમાં 14 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત સરકારે કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ થવાની સરકારને આશા છે અને સાથે નાણા પ્રધાને દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટની મદદથી સરકારનું પાંચ વર્ષમાં દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર સુધી લઇ જવાનું જે લક્ષ્ય છે તેને પ્રાપ્ત કરવામાં મદદ મળી રહેશે.

આ ક્ષેત્રમાં સરકાર રોકાણ કરશે

ક્ષેત્રરોકાણની રકમ
રેલવેના પ્રોજેક્ટ14 લાખ કરોડ
એનર્જી પ્રોજેક્ટ25 લાખ કરોડ
રોડ પ્રોજેક્ટ20 લાખ કરોડ

READ ALSO

Related posts

શહેરનાં વાતાવરણમાં આવ્યો પલ્ટો, વહેલી સવારથી અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ

pratik shah

દુનિયાના સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ, રશિયાને છોડી દીધુ પાછળ

pratik shah

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!