GSTV

માત્ર 4 મહિનામાં કમાવા માંગો છો FDથી વધુ ફાયદો! તો અહીં કરો રોકાણ, પસંદ કરો તમારા માટે સૌથી સારો વિકલ્પ

રોકાણ

Last Updated on March 30, 2021 by Damini Patel

ઘણા રોકાણકારો ખુબ ઓછા સમયમાં પોતાની જમા પૂજીનું રોકાણ કરી વધુ રિટર્ન મેળવવા માંગે છે. પરંતુ એવામાં જોખમનું સ્તર પણ વધુ હોય છે. જોખમ સ્તરને કારણે વધુ લોકો રોકાણનો વિકલ્પ પસંદ કરવામાં મુશ્કેલી અનુભવે છે. એમને સમજાતું નથી કે એમના માટે મ્યુચુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ડેટ ફંડ(Debt Fund)માં કોઈ સારો વિકલ્પ સાબિત થશે. સાથે જ ક્યાં વિકલ્પમાં પૈસા લગાવવાથી ઓછા સમયમાં એમની જરૂરત મુજબ ફંડ થઇ થઇ જશે.

બેસ્ટ રિટર્ન માટે 3થી 4 મહિના માટે પૈસા કરવું મુશ્કેલીનો નિર્ણય હોય છે, કારણ કે દર ઈન્સ્ટુમેન્ટમાં રોકાણના અલગ અલગ ફાયદા હોય છે. પહેલો વિકલ્પ, પૈસાને બેન્ક સેવિંગ એકાઉન્ટમાં રાખવું, જેના પર આશરે 3% વ્યાજ મળશે. એમાં જમા 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર તમે ઇનકમ ટેક્સ એક્ટ સેક્શન-80TTA હેઠળ ટેક્સ ડીડક્શન ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત 3થી 4 મહિના માટે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા જમા કરાવી શકો છો. દેશમાં સૌથી મોટા લેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 46થી 179 દિવસની એફડી પર 3.90% વ્યાજ આપે છે.

લિક્વિડ ફંડ્સમાં મળે છે ફિક્સ્ડ ડિપોઝિટ જેટલું વ્યાજ

સ્વિપ-ઇન-સ્વીપ-આઉટ એફડી પણ રોકાણ માટે સારો વિકલ્પ પણ છે. આમાં બેંક એટલા દિવસોનું વ્યાજ આપે છે, જેટલા દિવસોમાં પૈસા જમા થાય છે. ટૂંકા ગાળા માટે લિક્વિડ ફંડ્સમાં રોકાણ કરવાથી એફડીને લગભગ સમાન વળતર મળે છે. લિક્વિડ ફંડ્સમાં, ટૂંકા ગાળાના રોકાણ પર 3..65% ટકા વ્યાજ મળે છે, પરંતુ જો તમે બધા પૈસા બહાર ઉપાડો છો તો પછી 1 વર્ષ કરતા ઓછા રોકાણથી થયેલ નફા પર ટેક્સ લાગે છે. ચાલો આપણે જાણીએ કે ફક્ત 3 થી 4 મહિનામાં રોકાણ કરવા માટે કયા શ્રેષ્ઠ વિકલ્પો છે.

આ રોકાણ વિકલ્પ 3-6 મહિનામાં આપે છે એફડીથી વધુ રિટર્ન

અમદાબાદ સ્ટેટસ ફાઇનાન્સિયલ ફાઉન્ડર ઇનિશિયેટિવ મનીડેસ્કૂલ સ્થાપક અર્ણવ પંડ્યા કહ્યું હતું કે જો તમે ટૂંકા ગાળા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા માટે અલ્ટ્રા શોર્ટ-ટર્મ મ્યુચ્યુઅલ ફંડ્સ સૌથી સારો વિકલ્પ. તેનો મેચ્યોરિટી પિરિયડ 3 થી 6 મહિના છે. આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા એક વર્ષમાં 5.35% વળતર આપ્યું છે, જો કોઈ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા 2% વધારે છે. ત્યાં જ ડેટ ફંડમાં રોકાણકારોને ઉપાદના= સમયની ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઇએ કે પ્રી-મેચ્યોર ઉપાડ પર પેનલ્ટી લાગે છે, પરંતુ આ ડેટ ફંડમાં લાગુ થતું નથી.

Read Also

Related posts

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!