GSTV
Home » News » ભાજપનું સુરક્ષિત સિંહાસન’ગાંધીનગર સીટ’: નંબર-2 નેતા માટે નંબર વન બેઠક

ભાજપનું સુરક્ષિત સિંહાસન’ગાંધીનગર સીટ’: નંબર-2 નેતા માટે નંબર વન બેઠક

Amit Shah Varanasi

ભાજપનાં મોટા નેતાઓ માટે ગાંધીનગર લોકસભા બેઠક 1989થી જ એક સુરક્ષિત સિંહાસન માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1996માં આ  બેઠક જીતી હતી ત્યારબાદ 1998માં આડવાણી જીત્યા હતાં. હવે ભાજપનાં બીજા નંબરનાં નેતા અને પક્ષ પ્રમુખ અમિત શાહ આ બેઠક પરથી મેદાનમાં છે. અમિત શાહનાં રાજકિય સફરની શરૂઆત 1982માં થઇ હતી. ત્યારે તેમને નારણપુરાની સંઘવી હાઇસ્કુલનાં બૂથ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. આ સ્કુલ ગાંધીનગર લોકસભા સીટનાં વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

ગત 3 એપ્રિલે  પાર્ટી પ્રમુખ અમિત શાહે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા ગાંધીનગર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે પોતાની જુની યાદો વાગોળતા જણાંવ્યું કે,મેં અહિં દિવાલો પર પોસ્ટર લગાવ્યા છે. દિવાલોને પાર્ટીનાં રંગમાં રંગી છે. આજે હું તે જ પાર્ટીનો અધ્યક્ષ છું. મારી આ સફરજ બતાવે છે કે આ પાર્ટીમાં કોઇ પણ વ્યક્તિ આગળ સુધી પહોંચી શકે છે. અમિત શાહનાં આ સફરને નજીકથી જોવા વાળા લોકો માને છે કેતેમની પ્રગતિ પાછળ સૌથી મોટું વાત એ છે કે તેમણે ક્યારેય ગુજરાતને પાછળ છોડ્યું નથી.

નામાંકન પહેલા થયેલી સભામાં કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી,નિતીન ગડકરી અને પિયૂષ ગોયલ તેમજ એનડીએનાં સહયોગી પક્ષો શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે,શિરોમણી અકાલી દળનાં પ્રકાશ બાદલ અને એલજેપીનાં રામ વિલાસ પાસવાન પણ સામેલ થયા હતાં.

1989થી ભાજપનો ગઢ

1989માં ભાજપે પહેલી વખત ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતાં. ત્યારે ભાજપે આ બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પરથી અમિત શહાની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય સી.જે.ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં આ સીટ પરથી ભાજપનાં સીનિયર નેતા લાલકૃષ્ણ આડવાણી 4.83 લાખ મતોનાં અંતરથી જીત્યા હતાં. તેમજ 2009માં તેમની જીતનું અંતર 1.21 લાખ મતો હતું.

bjp seat

ભાજપનાં અંદરનાં સૂત્રોનું કહેવું છે કે,લાંબા સમયથી માગ હતી કે,અમિત શાહને ગાંધીનગરથૂ ચૂંટણી લડાવવામાં આવે. તે કારણે જ અમિત શાહનાંનામાંકન પહેલા અમદાવાદ અરબન વલપમેન્ટ ઓથોરિટીએ અંદાજીત 500 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટની ઘોષણા કરી હતી.જે પ્રોજેક્ટમાં પાણી,ગટર,ટ્રાફિક વ્યવસ્થાને ખતમ કરવાની વાતો શામેલ છે.

સીમાંકન બાદ સ્થિતી બદલી

2008નાં સીમાંકન બાદ ગાંધીગનર લોકસભા સીટમાં 82 ટકા શહેરી વિસ્તાર અને 18 ટકા ગ્રામીણ વિસ્તાર શામેલ છે. આ પહેલા  આંકડો બન્ને તરફ લગભગ બરાબર હતો. ગાંધીનગર દક્ષિણ અને દહેગામ જેવા ગ્રામીણ વિસ્તારો બાકાત થઇ ગયા છે. તેમજ કલોલ અને સાણંદ સીટ ગાંધીનગરમાં ઉમેરો કરવામાં આવ્યો.આ બેઠકમાં નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા બેઠકો એવી છે, જ્યાં ભાજપને બમ્પર વોટ મળે છે.ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 2012માં ઘાટલોડીયા બેઠક પરથી 1.10 લાખ મતોનાં અંતરથી જીત મેળવી હતી. તેમજ આ ચૂંટણી માં જ અમિત શાહે 63,335 મતોથી નારણપુરા બેઠક પર જીત મેળવી હતી.

ગુજરાતની સૌથી મોટી મુસ્લિમ વસ્તી આ બેઠકમાં

ભાજપનાં સીનિયર નેતાએ જણાંવ્યું કે, સીમાંકન બાદ આ સીટ પર ભાજપને ખાસ્સા વોટ મળે છે.ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની ખાસ્સી એવી સંખ્યા છે. આ બેઠક પર એસસી સમુદાયનાં મતદારોની સંખ્યા 11-13 ટકા છે,પટેલ મતદારો અંદાજીત 13 કરા અને ઠાકોર મતદારોની સંખ્યા 11 ટકા જેટલી છે. આ લોકસભા બેઠકમાં વેજલપુર ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે,જ્યાં મુસ્લિમો મતદારોની સંખ્યા 40 ટકા છે.જુહાપુરા,જ્યા મુસ્લિમોની સૌથી વધારે સંખ્યા છે,તેનો સમાવેશ આ બેઠકમાં થાય છે. આ વિસ્તારમાં સૌથી વધારે મતદારો વેજલપુર અને ઘાટલોડીયામાં છે. અમિત શાહ આ બે વિસ્તારનાં ઠાકોર અને રબારી સમુદાયનાં લોકોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યા છે.અમિત શાહે પોતાનાં પ્રસ્તાવક તરીકે પણ આ સમુદાયનાં લોકોને પસંદ કર્યા છે.

પૂર્વ બ્યુરોક્રેટ અને પશુ ચિકીત્સક ડો.સી.જે.ચાવડાએ કહ્યું છે કે, “જો ખુદ પીએમ મોદી પણ અહિં આવીને પ્રચાર કરે તો પણ અમિત શાહ ચૂંટણી હારશે”. કોંગ્રેસ ગાંધીનગર,કલોલ,સાણંદ અને વેજલપુરમાં સારો દેખાવ કરશે. જોભાજપ જીત મેળવવા માટે આટલી જ આશ્વસ્ત છે તો પછી અમિત શાહ હાઉસિંગ સોસાયટીઓને વોટ કરવાની અપીલ કેમ કરે છે?

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે મોં પર ચોપડાવ્યું: ભારત સાથે મારા સારા સંબંધો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!