ઇમરાનખાનની ટિપ્પણી પર સેનાધ્યક્ષ રાવતે આપ્યો જવાબ, પાકિસ્તાનને આપી આ સલાહ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદનો પર પલટવાર કરતા ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન એક ઈસ્લામિક સ્ટેટ છે. જો પાકિસ્તાન ભારત સાથે તાલમેલ બનાવવા ઈચ્છતું હોય. તો પાકિસ્તાને એક સેક્યુલર દેશ બનવું પડશે. ભારત એક સેક્યુલર દેશ છે. જો પાકિસ્તાન ભારત જેવું બનવા ઈચ્છશે તો કંઈક થઈ શકે છે. જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કહે છે કે તમે એક પગલું આગળ વધો અને તેઓ બે પગલા આગળ વધશે. પરંતુ જો પાકિસ્તાનનું એક પગલું સકારાત્મક રહેશે અને તેની અસર જમીન પર દેખાશે તો કંઈક થઈ શકશે.

આતંકવાદ અને વાતચીત એકસાથે થઈ શકે નહીં. જનરલ રાવતે કહ્યુ છે કે આતંકવાદનો જવાબ ગોળીથી જ આપવામાં આવશે. પાકિસ્તાન પહેલા આતંકવાદ રોકે પછી દોસ્તીની વાત થશે. પાકિસ્તાન કોઈપણ પ્રકારની ખુશફેમીમાં રહે નહીં. ભારતીય સેનાધ્યક્ષ જનરલ રાવતે કહ્યુ છે કે મહિલાઓને સેનામાં સ્થાયી કમિશન મામલે વિચારણા કરવામાં આવશે. હાલ મહિલાઓને ફ્રન્ટલાઈન કોમ્બેક્ટ રોલની જવાબદારી આપવામાં નહીં આવે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter