GSTV
Home » News » બંગાળ, કેરળ અને કાશ્મીરનો ગઢ જીતવા ભાજપ અજમાવશે આ માસ્ટર પ્લાન

બંગાળ, કેરળ અને કાશ્મીરનો ગઢ જીતવા ભાજપ અજમાવશે આ માસ્ટર પ્લાન

ભાજપ છટ્ટી જુલાઇથી દસમી ઓગસ્ટ સુધી સભ્યપદ ઝુંબેશ શરૂ કરશે અને ૨.૨૦ કરોડ નવા સભ્યો બનાવશે. ભાજપ આ વખતે કેરળ, બંગાળ અને કાશ્મીરને ધ્યાનમાં રાખીને અભિયાન શરૂ કર્યું હોવાનું ભાજપના ઉપ પ્રમુખ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું. મોદી સરકારના મંત્ર ‘સબકા સાથ, સબકા વિશ્વાસ ઔર સબકા વિકાસ’ની જેમ પક્ષને પણ સર્વવ્યાપી અને સર્વસ્પર્શી બનાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પક્ષના વડા મથકે પત્રકાર સાથેની વાતચીતમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે પક્ષમાં દરેક સમુદાયના લોકોને સમાવવામાં આવશે અને ભૌગોલિક રીતે તે તમામ જગ્યાએ દેખાશે. લોકસભામાં ભાજપના વિજયનો તેમણે સભ્યપદ ઝુંબેશનું પરિણામ બતાવ્યું હતું. પક્ષના પ્રમુખ અમીત શાહના નેતૃત્વ હેઠળ શરૂ કરેલા અભિયાનના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હોવાનું તેમણે કહ્યું હતું.

અભિયાન પછી ભાજપે ૧૧ કરોડ સભ્યો સાથે પક્ષ વિશ્વનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કર્યો હતો. ‘ હાલમાં દેશમાં ક્ષના ૧૧ કરોડ સભ્યો છે. છતાં તેમાં ૨૦ ટકાનો વધારો કરવાનો ઇરાદો છે, એટલા માટે જ અમે નવા ૨.૨૦ કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આના માટે આર.એસ.એસ.ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ શતાબ્દી એટલે કે છટ્ટી જુલાઇથી ઝુંબેશ શરૂ કરાશે’એમ આ ઝુંબેશનું નેતૃત્વ કરનાર ચૌહાણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઝુંબેશ આખા દેશમાં શરૂ કરાશે, પરંતુ ખાસ કેરળ, કાશ્મીર અને ંબગાળમાં ધ્યાન આપવામાં આવશે.

READ ALSO

Related posts

આઇસલેન્ડમાં જોવા મળ્યું જળવાયુ પરિવર્તનનું વરવું દ્રશ્ય, ધરતી માટે જોવા મળ્યા આ સંકેતો

Riyaz Parmar

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!