GSTV
Home » News » મોડેલ પત્ની સાથે બોટ પર મજા કરી રહ્યો હતો ફૂટબોલર, જે સમયે જીવ મૂકાઈ ગયો હતો જોખમમાં

મોડેલ પત્ની સાથે બોટ પર મજા કરી રહ્યો હતો ફૂટબોલર, જે સમયે જીવ મૂકાઈ ગયો હતો જોખમમાં

ઈંગ્લેન્ડના પૂર્વ સ્ટ્રાઈકરે ઓટોબાયોગ્રાફીમાં એવાતનો ખુલાસો કર્યો છે. ‘I, Robot: How to be a Foorballer 2’ નામના એક પુસ્તકમાં ક્રાઉચે 2009ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે કઈ રીતે તેમની લવ ટ્રિપ એક હોરર મૂવીમાં ફેરવાઈ ગઈ. આ તો તેમનું નસીબ હતુ કે તે અને ક્લાંસી બચી ગયા. નહીં તો આ વાત જણાવવા માટે તે  આ જે અહીં જીવીત ન હોત.

બોટ પર માણી રહ્યા હતા અંગત પળો અને…

ક્રાઉચે મોડલ ક્લાંસી સાથે 2011માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તેમણે ઘણા વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યું હતું. 2009માં બન્ને સરદિનિયાના તટ પર વેકેશન માટે ગયા હતા. બન્ને એક બોટ પર હતા અને પોતાના જીવનના અંગત પળોને માણી રહ્યા હતા. અચાનક રોમેન્ટીક એટમોસફીયર ભયાનક જીવન અને સંધર્ષમાં બદલાઈ ગયું.

ક્રાઉચે જણાવ્યા અનુસાર બોટ પર સૂર્યની કિરણો પડી રહી હતી. તે અને ક્લાંસી શેમ્પેનનો આનંદ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક એટમોસફીયરમાં બદલાવ આવ્યો અને લંગર ઉખડવા લાગ્યું. ક્રાઉચે લંગર પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પકડમાં ન આવ્યો.

આખી બોટ પર થઈ ગયું લોહી-લોહી

ક્રાઉચ અને ક્લાંસી ગભરાઈ ગયા. ક્રાઉચે જણાવ્યા અનુસાર પતવાર વિરુદ્ધ ખુબ ઝડપથી પવન ફુકાઈ રહ્યો હતો. અમારી બોટ નાચવા લાગી હતી. સમુદ્ર તટની પાસે જ ખૂબ મોટી ધાર વાળા પહાડો હતા. લંગરને પકડવાની કોશિશમાં ક્રાઉચનો હાથ લોહી લુહાણ થઈ ચુક્યો હતો. ડેક પર લોહી જ લોહી જોવા મળી રહ્યું હતું. બધુ હોરર ફિલ્મમાં ફેરવાઈ ગયું હતું. ક્રાઉચ અને ક્લાંસીને મોત સામે દેખાઈ રહી હતી.

આ રીતે બચાવ્યો જીવ

ક્રાઉચે જણાવ્યુ કે તેમને લાગી રહ્યું હતું કે અમે પહાડો સાથે અથડાઈ જઈશું. જોકે ચમત્કાર થયો અને તેમને બોટ પર મુકવામાં આવેલું પેન્ચકશ મળી ગયું. પેચકરની મદદથી તેમણે દોરીને પકડ્યું અને પોતાનો જીવ બચાવ્યો. ક્રાઉચે આત્મકથામાં લખ્યું છે કે આજે પણ એ ઘટના યાદ આવે છે તો રૂવાડા ઉભા થઈ જાય છે.

Read Also  

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટથી લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!