GSTV
Home » News » ફુટબોલ ઇતિહાસના એ રેકોર્ડ જે મેસ્સી કે રોનાલ્ડો માટે તોડવા સપના સમાન

ફુટબોલ ઇતિહાસના એ રેકોર્ડ જે મેસ્સી કે રોનાલ્ડો માટે તોડવા સપના સમાન

કોઇ પણ રેકોર્ડ તોડવા માટે બનતા હોય છે અને હાલ ફુટબોલ વિશ્વકપ ચાલી રહ્યો છે ત્યારે રેકોર્ડોની આંટીઘૂંટીમાંથી તો પસાર થવું જ પડે. આજે ફુટબોલ ઇતિહાસના કેટલાક એવા કિર્તીમાનો પર નજર કરીશું જે મેસ્સી કે રોનાલ્ડો જ નહીં પણ આવનારા સમયમાં ફુટબોલ દિગ્ગજના કોઇ પણ ખેલાડીઓ માટે તોડવા એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.

જેમાંથી 1958નો ફુટબોલ વિશ્વકપ અને 1994ના ફુટબોલ વર્લ્ડ કપમાં બનેલ રેકોર્ડ તોડવા મેસ્સી કે રોનાલ્ડો પણ ન તોડી શકે. જેમાંનો એક રેકોર્ડ ફુટબોલના ભગવાન ગણાતા પેલાના નામે છે. પેલે અત્યાર સુધીમાં 3 ચેમ્પિયનશીપના ખિતાબો મેળવી ચૂક્યો છે. જે મેળવવા મેસ્સી કે રોનાલ્ડોએ હજુ રાહ જોવી રહી. કારણ કે દર વખતે નસીબ સાથ નથી આપતું હોતું.

જસ્ટ ફોટેનીયરે 1958માં રમાયેલા વિશ્વકપમાં સૌથી વધુ 13 ગોલ ફટકાર્યા હતા. જે કિર્તીમાન પણ હજુ સુધી કોઇ નથી તોડી શક્યું . રોજર મિલાએ 42 વર્ષની ઉંમરે ગોલ કરી સૌથી મોટી ઉંમરે ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યારે કોઇ ખેલાડી આટલી મોટી ઉંમર સુધી નથી રમી શકવાનું. ત્યારે રોજર મિલાનો રેકોર્ડ અણનમ માનવો રહ્યો.

તો કાફુ 3 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમ્યો છે. જે રેકોર્ડ પણ હજુ અજેય છે. એટલે કે મેસ્સી રોનાલ્ડો કે નેયમાર જેવા વર્તમાન સમયના ખેલાડીઓ માટે તોડવા મુશ્કેલ રહેશે.

Related posts

INDIA VS PAKISTAN : પાકિસ્તાને ટોસ જીતી પહેલી બોલિંગનો લીધો નિર્ણય

Kaushik Bavishi

મીસ ઈંડિયા 2019નો તાજ જીતનાર સુમન રાવનો આવો છે પરિવાર, જાણો

Kaushik Bavishi

માન્ચેસ્ટરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, ટોસ મોડો થવાની શક્યતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!