GSTV
GSTV લેખમાળા Sports Trending

દે ધનાધન / કતારમાં શરૂ થઈ રહ્યો છે ફૂટબોલ વર્લ્ડકપ, 211 દેશો લેવા માંગતા હતા ભાગ પરંતુ ક્વોલિફાઈ થયા 32 જ

કતારમાં 20મી નવેમ્બરથી 22મો ફૂટબોલ વર્લ્ડકપ શરૃ થઈ રહ્યો છે. 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં કુલ 32 દેશો વચ્ચે 64 મેચો રમાશે. આરબ દેશ કતારમાં ફીફા ફૂટબોલ વર્લ્ડકપની શરૃઆત થઈ ગઈ છે. આ વર્લ્ડકપની સૌથી મહત્વની વાત એ છે કે એ ઇતિહાસનો સૌથી મોંઘો ફૂટબોલ વર્લ્ડકપ છે. 2010માં ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કતારને મળી હતી. ત્યારથી તૈયારી શરૃ કરી દીધી હતી. એ વખતે ખર્ચનો અંદાજ 65 અબજ ડોલર જેટલો હતો. પણ અત્યારે એ ખર્ચ 220 અબજ ડોલરે પહોંચી ગયો છે. એટલે કે નિર્ધારિત આંકડા કરતા અંદાજે ચારેક ગણો વધારે ખર્ચ થયો છે. આ પહેલા રશિયામાં ફૂટબોલ વર્લ્ડકપ યોજાયો હતો. તેનો ખર્ચ 11.6 અબજ ડોલર થયો હતો. ફૂટબોલ વિશ્વમાં રાજ કરતા બ્રાજિલમાં 2014નો વિશ્વકપ યોજાયો હતો. એ વખતે બ્રાજિલે 15 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. વર્લ્ડકપ વિશેની કેટલીક રસપ્રદ વિગતો જાણી લઈએ.

 • કતારે ફૂટબોલ માટે કુલ આઠ સ્ટેડિટમ તૈયાર કર્યા છે. તેમાંથી એક તો નકામા કન્ટેનરમાંથી બન્યું છે અને પછી વિખેરી નંખાશે. કુલ પાંચ શહેરમાં 8 સ્ટેડિયમ બન્યાં છે.
 • વર્લ્ડકપ બનાવવા માટે કતારમાં ભારત સહિતના ઘણા દેશોમાંથી કામદારો ગયા હતા. તેમાંથી કેટલાક કામદારોનું શોષણ થયું છે અને કેટલાકના મૃત્યુ થયા છે. એ અંગેની માહિતી કતાર સરકારે છૂપાવી હોવાનો આક્ષેપ થયો છે. તેનાથી વર્લ્ડકપ શરૃ થાય એ પહેલા જ કતાર વિવાદમાં આવી ગયો છે.
 • ફીફા વર્લ્ડકપ શરૃ થવાથી એ દેશની વસતીમાં 12-15 ટકા વધારો થયો કેમ કે પરદેશથી નાગરિકો આવ્યા છે. ઓક્ટોબરના અંત સુધીમાં જ પોણા ચાર લાખ નાગરિકો વધી ગયા હતા. દેશની વસતી જ 30 લાખથી ઓછી છે.
 • આ વર્લ્ડકપમાં જર્મન ખેલાડી યોસુફા મુકોકો 17 વર્ષનો છે અને સૌથી યુવાન છે. તો મેક્સિકોના આલ્ફ્રેડો તાલાવેરા નામના ખેલાડી 40 વર્ષના છે અને સૌથી મોટી ઉંમરના છે. બીજી તરફ મોરક્કોનો એક ખેલાડી છે, જેની ઊંચાઈ 5 ફીટ, 2 ઈંચની જ છે. નેધરલેન્ડનો ખેલાડી 6 ફીટ 6 ઈંચ સાથે સૌથી ઊંચો છે.
 • સૌની નજર આર્જેન્ટિના અને બ્રાઝિલના સ્ટાર ખેલાડી લિઓનેલ મેસ્સી, રોનાલ્ડો વગેરે પર છે. મેસ્સી માટે તો આ છેલ્લો વર્લ્ડકપ છે. સૌથી વધુ 165 મેચ રમેલો અનુભવી ખેલાડી પણ મેસ્સી છે. આર્જેન્ટિના માટે તેણે 165 મેચ રમી છે.
 • આ વખતના ફૂટબોલને અલ રિહાલા નામ આપવામાં આવ્યું છે. ધ જર્ની, પ્રવાસ એવો અર્થ થાય છે. અડિડાસે બનાવ્યો છે અને આ સતત 14મો વર્લ્ડકપ બોલ છે, જે અડિડાસે તૈયાર કર્યો છે. ફૂટબોલ વધુ સારો બને એટલા માટે ફીફા પોતે પણ રિસર્ચ સેન્ટર ચલાવે છે. પહેલો વિશ્વકપ યોજાયો ઉરુગ્વેમાં ત્યારે સત્તાવાર બોલ કે એવી કંઈ પ્રથા ન હતી. પરંતુ હવે દરેક વર્લ્ડકપના ફૂટબોલને સત્તાવાર નામ આપવામાં આવે છે.

ક્યો વર્લ્ડકપ કોણે જીત્યો

 1. 1930 – ઉરુગ્વે
 2. 1934 – ઈટાલી
 3. 1938 – ઈટાલી
 4. 1950 – ઉરુગ્વે
 5. 1954 – વેસ્ટ જર્મની
 6. 1958 – બ્રાઝિલ
 7. 1962 – બ્રાઝિલ
 8. 1966 – ઈંગ્લેન્ડ
 9. 1970 – બ્રાઝિલ
 10. 1974 – વેસ્ટ જર્મની
 11. 1978 – આર્જેન્ટિના
 12. 1982 – ઈટાલી
 13. 1986 – આર્જેન્ટિના
 14. 1990 – વેસ્ટ જર્મની
 15. 1994 – બ્રાઝિલ
 16. 1998 – ફ્રાન્સ
 17. 2002 – બ્રાઝિલ
 18. 2006 – ઈટાલી
 19. 2010 – સ્પેન
 20. 2014 – જર્મની
 21. 2018 – ફ્રાન્સ
 • 1930થી રમાય છે, અત્યાર સુધીમાં દક્ષિણ અમેરિકા અને યુરોપના દેશોને જ વર્લ્ડકપ મળ્યા છે. બાકીના કોઈ ખંડના દેશો જીતી શક્યા નથી. બ્રાઝિલ 5 વખત, જર્મની અને ઈટાલી 4-4 વખત જિત્યા છે. છેલ્લો 2018નો વર્લ્ડકપ ફ્રાન્સે જીત્યો હતો. ફ્રાન્સે 4 જ્યારે ક્રોએશિયાએ 2 ગોલ કર્યા હતા.
 • દર વર્ષે કેટલાક નવા દેશો ક્વોલિફાઈ થાય તો ટુર્નામેન્ટમાં ઉમેરાતા હોય છે. આ વખતે નવો ઉમેરાયેલો દેશ કતાર પોતે જ છે. ફૂટબોલ રમતા દરેક દેશો ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતા નથી. એ માટે ક્વોલિફાઈ થવુ પડે છે. ક્વોલિફાયર મેચો જૂન 2019થી જૂન 2020 વચ્ચે યોજાઈ હતી. જાણીને નવાઈ લાગશે પણ 211 દેશોની ટીમોએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો.
 • વર્લ્ડકપ ટીવી પર સૌથી વધારે જોવાતી ઈવેન્ટ છે. આ વખતે જગતની અડધી વસતી એટલે કે અંદાજે 4 અબજ નાગરિકો ટીવી પર મેચ જોવે એવી શક્યતા છે.
 • વિજેતાને સવા ચાર કરોડ ડોલર જેવી રકમ મળશે.
 • 1942 અને 1946 એ બે વર્લ્ડકપ બીજા વિશ્વયુદ્ધને કારણે રમાયા ન હતા.
 • હવે કોઈને જોવા જવુ હોય તો સ્ટેડિયમની ટિકિટ મળે એમ નથી કેમ કે તમામ 30 લાખ ટિકિટો વેચાઈ ગઈ છે. પરંતુ ત્યાં ગયા પછી કોઈ કેન્સલ થયેલી કે કાળાબજારની મળે પણ ખરા.
 • આરબ વિશ્વમાં યોજાઈ રહેલો આ પ્રથમ વિશ્વકપ છે. આ પહેલા એશિયામાં એક જ વિશ્વકપ યોજાયો હતો. 2002માં જાપાન અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત યજમાની કરી હતી.

READ ALSO

Related posts

ન્યાયાધીશ નિમણૂક કેસ / કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મુદ્દે વિવાદ, કેન્દ્ર સરકારે 20 નામો પરત મોકલ્યા

Hardik Hingu

રાજકારણ / મલ્લિકાર્જુન ખડગેએ મોદીને રાવણ કહેતાં કોંગ્રેસમાં ઉચાટ, પ્રમુખનું નિવેદન ભાજપને ફાયદો કરાવશે

Hardik Hingu

ભારત જોડો યાત્રા / રાહુલ ગાંધીએ મહાકાલમાં સાષ્ટાંગ દંડવત કર્યા, આદિવાસીઓને રિઝવવાની સાથે હિંદુ કાર્ડ પણ ખેલ્યું!

Hardik Hingu
GSTV