GSTV
Home » News » ભારતમાં કોઈની પણ પાસે નથી એવી 6.6 કરોડ કિંમતની કાર ખરીદી આ ફૂટબોલરે

ભારતમાં કોઈની પણ પાસે નથી એવી 6.6 કરોડ કિંમતની કાર ખરીદી આ ફૂટબોલરે

પોર્ટુગલનાં જાણીતા ફુટબૉલર સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પોતાની સ્પોર્ટસ કારોના કલેક્શનમાં એક વધુ શાનદાર કાર મેક્લોરેન સેન્નાને જોડી દીધી છે.

View this post on Instagram

Enjoy 😉👌🏻

A post shared by Cristiano Ronaldo (@cristiano) on

આ કારની કિંમત 6.6 કરોડ રૂપિયા કહેવાઈ રહી છે. તો સાથે જ તેનું નામકરણ બ્રાઝીલના ફેમસ એફ-1 ચાલક એટ્રુયોન સેન્નાના નામ પર કરાયુ છે.

આ કારની ટોપ સ્પીડ કલાકદીઠ 335 કિલોમીટર છે. કાર ફક્ત 2.8 સેકન્ડમાં જ 100 કિલોમીટરની રફ્તાર પકડી શકે છે.

મૈક્લોરેનની આ નવી કાર લિમીટેડ એડિશન છે અને મૈક્લોરેન અલ્ટીમેટ સીરીઝમાં ત્રીજી એડિશન છે. રોનાલ્ડોની આ કાર એક કૂપ સ્ટાઈલની છે.

આ કારનું પહેલીવાર અનાવરણ ડિસેમ્બર 2017માં કરાયુ હતુ, અને ત્યારબાદ 2018માં જેનેવામાં થયેલાં એક મોટર શૉમાં સત્તાવાર રીતે લોન્ચ કરાઈ હતી.

રોનાલ્ડો કારોનાં શોખીન છે. અને તેમની પાસે લેમ્બોર્ગિની, ફરારી, રૉલ્સ રૉયસ, એસ્ટન માર્ટિન, BMW, ઑડી અને મર્સિડીઝ બેંઝ જેવી મોંઘી કારો છે.

આ કારમાં 4 લીટરના 8 પેટ્રોલ એન્જિન છે, જે ટ્વીન ટર્બોચાર્જર્સ આપે છે. આ કારનું એન્જિન 7,250 આરપીએમ પર 800 પીએસની શક્તિ અને 5,500 આરપીએમ પર 800 એનએમની પીક ટોર્ક જનરેટ કરે છે.

આ સુપર કારમાં ટ્રાંસમિશન માટે 7 સ્પીડ ટ્વીન ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે.

કારનું વજન ફક્ત 1,198 કિલોગ્રામ છે. ભારતમાં આ કાર હજી સુધી કોઈ પાસે નથી.

READ ALSO

Related posts

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

Mayur

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!