GSTV

‘ચાલ કપડાં ઉતાર’ વિશ્વની સેક્સિએસ્ટ એન્કર ખીચોખીચ સ્ટેડિયમની વચ્ચે પહોંચી લોકોએ કરી આવી અભદ્ર માગ

ઇટલીમાં નાપોલી અને બ્રેશિટયા વચ્ચે રમાયેલી ફુટબૉલ મેચ દરમિયાન મહિલાએ શરમજનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યુ જ્યારે ભીડ એક જ સુરમાં તેને કપડા ઉતારવાનું કહેવા લાગી. 28 વર્ષીય સ્પોર્ટસ એન્કર ડાયલ્ટા લેઓટો ત્યારે મેચ શરૂ કરાવીને પોતાના રૂમ તરફ આગળ વધી રહી હતી ત્યારે જ દર્શકોએ જોર-જોરથી તેને ‘કપડા ઉતારી નાંખ’ જેવા શબ્દો કહ્યા.

દર્શકોની આ વિચિત્ર માંગથી પહેલાં તો ડાયલ્ટા થોડી દંગ રહી ગઇ પરંતુ તે હસતા હસતા મેદાનની બહાર આવી ગઇ.

ડૉયલ્ટાએ આપ્યો આ જવાબ

નેપોલીના ફેન્સની અભદ્રતાનો સ્પોર્ટસ એન્કર ડૉયલ્ટા લેઓટાએ સહજતાથી જવાબ આપ્યો. તેણે નેપોલીના ફેન્સ તરફ જોઇને સ્માઇલ આપી અને હાથ ઉઠાવીને થંબ્સ ડાઉનનો ઇશારો કરીને ઇનકાર કરી દીધો. ડૉયલ્ટાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

કોણ છે ડૉયલ્ટા

એન્કર બન્યાના 10 વર્ષ પહેલાં ડોયલ્ટા લેઓટા મિસ ઇટલી સૌદર્ય સ્પર્ધામાં ‘મિસ એલિગેંટ’નો ખિતાબ જીતી ચુકી છે. તેની પાસે 2015માં રોમની લુઇસ યુનિવર્સિટીના સ્નાતકની ડિગ્રી પણ છે.

ડાયલ્ટા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેવી ખબર આવી હતી કે તેણે પોતાની સગાઇ તોડી નાંખી છે. પછી થોડા મહિનાઓ બાદ તેનું નામ ઇટલીના બોક્સર ડેનિયલ સ્કાડના સાથે જોડાયુ હતુ.

ડોયલ્ટા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયન ફોલોઅર છે. તે ફુટબોલ ઉપરાંત બોક્સિંગનું રિપોર્ટિંગ પણ કરે છે. આ દરમિયાન તેની ડેનિયલ સાથે મુલાકાત થઇ હતી જે ધીમે ધીમે પ્રેમમાં તબદીલ થઇ.

Read Also

Related posts

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!