GSTV
Home » News » સુંદર દેખાવા આ હદ સુધી ગઈ હતી મહિલાઓ, પોતાના પગ તોડી નાખ્યા હતા

સુંદર દેખાવા આ હદ સુધી ગઈ હતી મહિલાઓ, પોતાના પગ તોડી નાખ્યા હતા

કહેવાય છે કે ફેશન અને સુંદર દેખાવા માટે અમૂક પદ્ધતિ અજીબ અને ખતરનાક હોય છે. ફેશન માટે લોકો કશું પણ કરવા તૈયાર થઇ જાય છે. જોકે, અમે 10મી સદીની ફેશનની પદ્ધતિ પર નજર નાખીએ તો આ હકીકત છે કે એવા સમયની મહિલાઓએ ફેશનના ખતરનાક ટ્રેન્ડને અપનાવ્યો હતો. આ અહેવાલને વિસ્તારપૂર્વક વાંચ્યા બાદ તમને વિશ્વાસ થશે કે એવા સમયે મહિલાઓ ફેશનને અપનાવવા માટે પોતાના જીવની પરવાહ કરતી નહોતી.

ફુટ બાઈન્ડિંગ ચીનમાં એક ફેશનની પ્રથા હતી, જે 1000 વર્ષો પહેલા ચાલતી હતી. 10 થી 20મી શતાબ્દી સુધી, તેને ઈતિહાસની સૌથી ખતરનાક ફેશન પ્રવૃત્તિઓમાંથી એક માનવામાં આવે છે. સદીઓથી નાના, ઘુમાવદાર પગ ચીની સંસ્કૃતિમાં સુંદરતાનુ પ્રતિક હતું અને પગ-બાંધવાની વિચિત્ર પરંપરાને માતાથી બેટી, પેઢી દર પેઢીમાં અપનાવવામાં આવતી હતી. જેનાથી અમૂક ચિકિત્સા સમસ્યાઓ ઉભી થઈ અને અમૂક કેસમાં મહિલાઓના મૃત્યુ પણ થયા હતાં.

મનાય છે કે ફૂટ-બાઈન્ડિંગની પ્રથા સમ્રાટ લી યૂના શાસનકાળમાં 970 ઈ. દરમ્યાન શરૂ થઇ. કથિતપણે સમ્રાટના મનપસંદ પત્ની, યાઓ-નિયાંગે પોતાના પગને ચંદ્રમાના આકારમાં બાંધ્યો અને સમ્રાટની સામે કમળ પર પોતાના પગના અંગૂઠાના બળ પર નૃત્ય કર્યુ. અન્ય પત્નીઓ પણ સમ્રાટને પ્રભાવિત કરવા ઈચ્છતી હતી અને પછી દરેક લોકોએ યાઓ-નિયાંગની નકલ કરવાનુ શરૂ કર્યું.

આ ટૂંક સમયમાં ફેશન ટ્રેન્ડ બની ગયો અને દક્ષિણ ચીનમાં ઉચ્ચ વર્ગની મહિલાઓ દ્વારા અપનાવવામાં આવ્યું અને ધીરે-ધીરે આ ટ્રેન્ડ આખા દેશમાં ફેલાઈ ગયો. જ્યારે શરૂઆતમાં તેને ઉચ્ચ સામાજિક સ્થિતિ અને ધનનું પ્રતિક માનવામાં આવતુ હતું અને પછી પણ મહિલાઓ માટે એક રીતે અનિવાર્ય થયું. આ દર્દનાક પ્રક્રિયા સામાન્ય રીતે ચાર વર્ષની ઉંમરથી નવ વર્ષમાં શરૂ કરી દેવામાં આવતી હતી, જ્યારે આ ફેશનને પ્રાપ્ત કરવાની એક જ પદ્ધતિ હતી, પગના હાડકાને તોડીને તેને આકાર આપવો. અલગ-અલગ ક્ષેત્રોમાં પગને આકાર આપવાની વિધિ અલગ-અલગ હતી. શહેરી વિસ્તારોની મહિલાઓમાં આ સામાન્ય હતું, કારણકે ખેડૂત સમુદાયની મહિલાઓ આ ફેશનને ઓછી અપનાવતી હતી કારણકે તેઓ ખેતરમાં કામ કરતી હતી.

દર્દનાક પ્રક્રિયાને કારણે અમૂક જટિલતાઓ પણ હતી, જેનાથી સંક્રમણ, ગૈંગ્રીન અને અમૂક મામલામાં આજીવન વિકલાંગતા પણ થતી હતી, જે અંતમાં મૃત્યુનુ કારણ બનતી હતી. જોકે, ચીનમાં ફુટ બાઇન્ડિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. 1911માં મહિલાઓ અને યુવતીઓ પોતાના પગમાં બાઈન્ડિંગ કરાવ્યું હતું. 1950ના દાયકામાં એન્ટી ફુટ બાઈન્ડિંગ ઈન્સ્પેક્ટર વારંવાર લોકોના ઘરમાં મહિલાઓના પગ પર જબરજસ્તી બાઈન્ડિંગ હટાવવા માટે આવતા હતાં.

અમૂક મહિલાઓને બાદમાં આ પરંપરા અપનાવવાનો પસ્તાવો પણ થયો. ચીનની એક વૃદ્ધ મહિલા ઝોઉ ગુઇઝેન, જે ચીનમાં આ ફેશનને અપનાવનારી અંતિમ મહિલા હતી, તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું નૃત્ય કરી શકતી નહતી, હું બરોબર ચાલી શકતી નથી. મને ખૂબ પસ્તાવો છે. પરંતુ જો એવા સમયે મેં પગ ના તોડ્યા હોત તો મારી સાથે કોઈએ લગ્ન કર્યા નાહોત.”

READ ALSO

Related posts

કે.સી.પટેલનું રિપોર્ટ કાર્ડ : મોદી લહેરમાં વિજયી બનેલા સાંસદે પોતાના વિસ્તારમાં શું કર્યું ?

Mayur

આ બેઠક પર કડવા પાટીદાર વચ્ચે જંગ વચ્ચે લોકસભામાં લોકો કોનું મોઢુ મીઠું કરાવશે

Alpesh karena

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi