GSTV

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

સામાન્ય રીતે આપણે બજારમાંથી તાજી શાકભાજી ખરીદીએ છીએ અને તેને ધોઇને સ્વચ્છ કર્યા બાદ તેને ફ્રિજમાં રાખીએ છીએ. આનું સૌથી મોટું કારણ તેને લાંબા સમય સુધી તાજું રાખવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી દૈનિક ટેવ તમારા કુટુંબનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. માત્ર એટલું જ નહીં, ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે ફ્રિજમાં રાખેલી શાકભાજી અને ફળો લાંબા સમય સુધી ટકી શકતા નથી અને બે જ દિવસમાં બગડી જાય છે. તો ચાલો આપણે અહીં જાણીએ કે કયા એવાં 7 ફળો અને શાકભાજી છે કે જેને તમારે ક્યારેય ફ્રિજમાં રાખવાની જરૂર નથી. નહીં તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

  1. કેળાં

કેળું એક એવું ફળ છે કે જેને કુદરતી હવામાં રાખવું જોઈએ. તેને જ્યારે ફ્રિજમાં મૂકવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ટૂંક સમયમાં કાળા થઈ જાય છે. તેના સ્ટેમમાં ઇથાઇલિન ગેસ બહાર આવે છે, જે આસપાસના ફળોને ઝડપથી પકાવી દે છે. આવી સ્થિતિમાં જો તમારે કેળાને ફ્રિજમાં રાખવું હોય તો કેળાની છેડાની ડંડી પર પ્લાસ્ટિક લગાવી દો. જેનાથી કેળા અને તેની આજુબાજુના ફળો લાંબા સમય સુધી તાજા રહેશે.

  1. ટામેટાં

મોટા ભાગના લોકો ટામેટાંને પણ ફ્રીજમાં જ મૂકી રાખે છે. પરંતુ નિષ્ણાંતોના મતે ટામેટાંને ખુલ્લી હવામાં જ રાખવા જોઈએ. કારણ કે તે સૂર્યથી ઉગાડવામાં આવતું ફળ છે કે જે ઠંડકમાં બગડે છે. તેને વધવા માટે ઘણું પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ટામેટાંને ફ્રિજમાં સંગ્રહિત કરવા એ યોગ્ય વિકલ્પ નથી.

  1. સફરજન

તમને જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારના બીજવાળા ફળને રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. છતાં પણ જો તેને અહીં મૂકવા માંગતા હોવ તો સૌથી નીચેના શેલ્ફમાં એક કાગળમાં તેને લપેટીને રાખો. હકીકતમાં, સફરજનમાં ઉપલબ્ધ ઉત્સેચકો નીચા તાપમાને સક્રિય થઇ જાય છે અને તે ટૂંક સમયમાં જ પાકી જાય છે.

  1. નારંગી અને લીંબુ

જો તમે આ ફળોને ફ્રિજમાં રાખશો તો આ ફળોનો રસ સુકાવા લાગે છે. એટલું જ નહીં, સાઇટ્રિક એસિડવાળા ફળો ફ્રિજની ઠંડીને સહન નથી કરી શકતા અને તેના પડ પર ડાઘ પડવા લાગે છે. જેથી તે તેના સ્વાદને પણ અસર કરે છે.

  1. લસણ

લસણને પણ તમે ક્યારેય ફ્રિજમાં રાખશો નહીં. કારણ કે તેને ફ્રિજમાં મૂકતા તે સક્રિય થઈ જશે અને થોડાં જ દિવસોમાં ફણગાવાનું શરૂ કરી દેશે. માત્ર એટલું જ નહીં પરંતુ તેનો સ્વાદ પણ બદલાઇ જશે. જો કે લસણ અને ડુંગળી એક સાથે રાખી શકાય છે. જો કે તેને ખુલ્લી જગ્યાએ મૂકતા એ ધ્યાન રાખવું પડશે કે તેની પર સૂર્યપ્રકાશ ન આવવો જોઇએ.

  1. ડુંગળી

સામાન્ય રીતે લોકો ડુંગળીને ફ્રિજમાં રાખતા જ નથી. કારણ કે ભેજને કારણે ડુંગળી પણ બગડવા લાગે છે અને ડુંગળી ઓગળવા લાગે છે. આથી ડુંગળીને ફક્ત સૂકી અને અંધારાવાળી જગ્યાએ જ મૂકી રાખો.

  1. બટાકા

બટાકા માટે 45 ડિગ્રીનું તાપમાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો આપણે તેને ફ્રિજના તાપમાનમાં રાખીશું તો તે બગડી જશે. માત્ર એટલું જ નહીં પરંતુ બટાકાનો સ્ટાર્ચ ખાંડમાં પરિવર્તિત થઇ જાય છે અને તેના સ્વાદ પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી માત્ર સામાન્ય માહિતીને આધારિત છે. GSTV આની પુષ્ટિ કરતું નથી. જેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક અવશ્ય કરો.)

READ ALSO :

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!