GSTV
Gujarat Government Advertisement

ડાયાબિટીઝના દર્દીઓ ધ્યાન રાખજો! આ ફળોનું સેવન કરવામાં રાખો પરહેજ, થઈ શકે છે મોટું નુકસાન

Last Updated on December 13, 2020 by Ankita Trada

ડાયાબિટીઝ એક જીવન શૈલી સાથે જોડાયેલ રોગ છે, જે શરીરમાં હાજર ઈંસુલિન હાર્મોનના સ્તરને પ્રભાવિત કરે છે. આ રોગથી ગ્રસ્ત દર્દીઓના શરીરમાં ગ્લૂકઝનું સ્તર સારુ બનેલું રહે, તેથી ઘણી વખત દર્દી મીઠુ ખાવાથી પરહેજ કરે છે. શારીરિક સક્રિયતા, વ્યાયામ અને સ્વસ્થ ખાણીપીણી જ શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. તેથી દર્દીઓને પોતાની દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. સામાન્ય રીતે ફળ કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ જ રાખે છે, પરંતુ ડાયાબિટીઝ દર્દીઓ માટે કેટલાક ફળોનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ દર્દીઓના ક્યાં-ક્યાં ફળ ખાવા જોઈએ.

ચીકુ

ડાયાબિટિઝના દર્દીઓને એક્સપર્ટ્સ તે ફૂડ આઈટમ્સને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, જેમનુ ગ્લાઈસેમિક ઈંડેક્સ લો થી મીડિયમ હોય છે. આવુ કરવા પર કંઈ પણ ખાધા પછી લોહીમાં બ્લાડ શુગરની માત્રા અચાનક ખૂબ જ ઝડપથી વધી જાય છે. તેનાથી વઘારે સેવન કરવાથી ડાયાબિટીઝ દર્દીઓની પરેશાની વધી શકે છે. આ ફળમાં નેચરલ શુગર, હાજર હોય છે જે દર્દી માટે નુકસાનદાયક હોય છે. ચીકૂમાં કેલેરી પણ હોય છે, તેથી તેને ખાવાથી બચો.

અનાનસ

અનાનસમાં ગ્લાઈસેમિક ઈંડેક્સનું સ્તર મધ્યમ હોય છે, એવામાં તેના સેવનથી બચવું જોઈએ. તાજુ અનાનસનું જીઆઈ 59ની નજીક હોય છે. તેના વધારે સેવનથી બ્લડમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધી જાય છે. જોકે, ફળની સરખામણીમાં અનાનસનું જ્યૂસ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

કેરી

ડાયાબિટીઝના દર્દીઓને કેરી ખાવાથી બચવુ જોઈએ નહીતર બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેના કારણે ર્હદય રોગ અથવા ફરી સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. કેરીમાં નેચરલ શુગર હાજર હોય છે. જાણકારી પ્રમાણે લગભગ 100 ગ્રામ કેરીમાં લગભગ 14 ગ્રામ ખાંડનું પ્રમાણ હોય છે. જેનાથી બ્લડ શુગરનું સંતુલન બગડી શકે છે.

દ્રાક્ષ

દ્રાક્ષમાં પણ નેચરલ શુગર હોવાના કારણે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. લગભગ 100 ગ્રામ દ્રાક્ષમાં 16 ગ્રામ ખાંડ હાજર હોય છે. તેથી દ્રાક્ષના સેવનથી બચવુ જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!