GSTV
Health & Fitness Life Trending

વધારે પડતા પરસેવાથી પરેશાન છો? તો આ 7 વસ્તુનો ખોરાકમાં કરો સમાવેશ

પરસેવો

ચોમાસાએ દસ્તક આપી દીધી છે, આવી સ્થિતિમાં ગરમી અને ભેજના કારણે પરસેવાથી લોકો પરેશાન રહે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે જે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. પરંતુ જો તમને સતત પરસેવો થતો હોય અથવા તમને વધુ પડતો પરસેવો થતો હોય તો તેને હાઈપરહિડ્રોસિસનું લક્ષણ કહી શકાય. આ સમસ્યાનો ખરેખર તમારા ખોરાક સાથે મોટો સંબંધ છે. જ્યારે તમારું શરીર તમારા આંતરડા અને પાચનતંત્રમાં ખોરાકને તોડવાનું કામ કરે છે, ત્યારે આંતરિક તાપમાન વધે છે. જેનાથી કેટલીકવાર શરીરને ઠંડુ રાખવા માટે પરસેવો આવવાનો સંકેત મળે છે.

જો તમે વધુ મસાલેદાર ખોરાક ખાઓ છો અથવા કંઈક એવું ખાઓ છો જે પચવામાં સમય લે છે, તો તમારા શરીરમાં પણ વધુ પરસેવો થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે શરીરથી વધુ પરસેવો થવો સામાન્ય નથી. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં વધારે વજન, બીપીની સમસ્યા અને ડાયાબિટીસ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ. કેટલાક એવા ખોરાક છે, જેનું સેવન કરવાથી પરસેવાની સમસ્યાને ઓછી કરી શકાય છે. તો ચાલો જાણીએ કે પરસેવાની સમસ્યાને ઓછી કરવા માટે ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

પરસેવા

કેલ્શિયમ રિચ

શરીરના તાપમાનને કંટ્રોલ કરવા માટે કેલ્શિયમ રિચ ફૂટ ફાયદાકારક હોય છે. આપણે પોતાની ડાયટમાં એવા ખોરાકનો સમાવેશ કરવા જોઈએ જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. જેના માટે તમારે લો ફેટ દૂધ, દહીં અથવા ચીઝનું સેવન કરવું જોઈએ. તમે નાસ્તામાં આવા ખોરાકનું સેવન કરો તો તે સારૂ રહેશે.

પાણી

શરીરને ઠંડુ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. પુરુષોએ દિવસમાં 3.7 લિટર પાણી પીવું જોઈએ જ્યારે સ્ત્રીઓએ 2.7 લિટર પાણી પીવું જોઈએ. તેનાથી અંદરનું તાપમાન ઓછું થાય છે અને શરીરમાંથી ઓછો પરસેવો નીકળે છે.

કેળા

કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B6 હોય છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

પાણી આધારિત ફળ

તમારે તમારા આહારમાં તરબૂચ, દ્રાક્ષ, નારંગી, અનાનસ, સેવ વગેરે જેવા વધુને વધુ ફળોનો સમાવેશ કરવો જોઈએ. આમ કરવાથી શરીરમાં પાણીનો પુરવઠો ચાલુ રહે છે અને તમારું શરીર ઠંડુ રહે છે.

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલમાં એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે મેટાબોલિઝમ સુધારે છે અને પાચનક્રિયા સુધારે છે. જેના કારણે શરીરને ઠંડુ કરવાની જરૂર નથી પડતી અને પરસેવો પણ વધુ નથી આવતો.

પરસેવા

ફાઇબર રિચ ફૂડ

તમારા આહારમાં વધુ ને વધુ ફાઇબરયુક્ત ખોરાક લો. તેનાથી તમારું પાચન સુધરશે અને શરીરને ખોરાક પચાવવા માટે વધુ મહેનત કરવાની જરૂર નહીં પડે.

મેગ્નેશિયમ રિચ ફૂડ

મેગ્નેશિયમ ચયાપચયને વેગ આપે છે, પાચનમાં સુધારો કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. આથી ભોજનમાં તરબૂચના બીજ, કાજુ વગેરેનો સમાવેશ કરો.

આ વસ્તુઓ ન ખાઓ

મસાલેદાર ખોરાક ઓછો ખાવો જોઈએ.
કેફીનનું સેવન ઓછું કરો.
ડીપ-ફ્રાઈડ ફૂડ, ફાસ્ટ ફૂડ, ક્રેકર્સ, માર્જરિન, બ્રેડ અને ખારા નાસ્તા જેવા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો.
ખાંડ અને કાર્બોહાઇડ્રેટ્સનું વધુ પડતું સેવન ન કરો.

READ ALSO:

Related posts

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk

વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં

Hardik Hingu
GSTV