GSTV
AGRICULTURE Business ટોપ સ્ટોરી

સારા સમાચાર/ વર્ષ 2021-22માં દેશનું ખાદ્યાન્ન ઉત્પાદન 31.45 કરોડ ટન પહોંચવાની ધારણા, ઘઉંના ઉત્પાદનમાં વધારાની સંભાવના

કૃષિ મંત્રાલયે ઘઉંના ઉત્પાદન અંદાજમાં ફરી વાર ફેરફાર કર્યો છે. હવે નવા ઉત્પાદન અંદાજ મુજબ ચાલુ રવી સીઝન દરમિયાન દેશમાં ઘઉંનુ ઉત્પાદન ૧૦.૬૪ કરોડ ટન થવાની ધારણા છે જે પાછલા વર્ષના તુલનાએ ત્રણ ટકા અને છેલ્લા પાક અનુમાનની સરખામણીએ ૪.૪ ટકા નીચો અંદાજ છે. 

કૃષિ મંત્રાલય તરફથી જાહેર ખાદ્યાન્ન ઉત્પાદનના ત્રીજ એડવાન્સ અંદાજ મુજબ ઘઉં, કપાસ અને બરછટ અનાજનો પાક ઓછો થશે. જ્યારે અન્ય ખાદ્યાન્ન અને રોકડીયા પાકોનુ ઉત્પાદન પાછલા વર્ષ કરતા વધારે થશે. ઘઉં સહિત અને બે કૃષિ પેદાશોના પાકમાં સંભવિત ઘટાડા થવા છતાં દેશનું કુલ ખાદ્યાન્ન ઉત્પાદન વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧.૪૫ કરોડ ટનના એક નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી જવાની ધારણા છે, જ્યારે પાછલા વર્ષે દેશમાં કુલ ૩૧.૭ કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થયુ હતુ. 

કૃષિ સચિવ મનોજ આહુજાએ પાછલા સપ્તાહે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડા માટે મુખ્ય ઉત્પાદક રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભયંકર ગરમીને જવાબદાર ગણાવી છે. સરેરાશ કરતા વધારે તાપમાનને કારણ ઘઉંના દાણાનું કદ સંકોચાઇ ગયુ છે જેના પરિણામે ઉત્પાદકતા ઘટતા કુલ પાક ઉત્પાદન ઓછું રહેશે. પાક વર્ષ ૨૦૨૨-૨૧ દરમિયાન દેશમાં ઘઉંનું વિક્રમી ૧૦.૯૫ કરોડ ટન ઉત્પાદન થયુ હતુ. 

પાક વર્ષ ૨૦૨૧-૨૨માં ચોખાનું ઉત્પાદન વધીને ૧૨.૯૬ કરોડ ટન થવાની ધારણા છે જ્યારે પાછલા વર્ષે ૧૨.૪૩ કરોડ ટન પાક થયો હતો. તો કઠોળનું ઉત્પાદન ગત પાક ૨૦૨૦-૨૧ના ૨.૫૪ કરોડ ટનથી વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨.૭૭ કરોડ ટન થવાનો અનુમાન છે. જોકે, બરછટ અનાજનું ઉત્પાદન ૫.૧૩ કરોડ ટનથી નજીવુ ઘટીને ૫.૭ કરોડ ટન થવાની ધારણા છે. તો કપાસનું ઉત્પાદન પણ ૩.૫૨ કરોડ ગાંસડીની સામે ઘટીને ૩.૧૫ કરોડ ગાંસડી થવાની સંભાવના છે.

તેલીબિયાંનું ઉત્પાદન વર્ષ ૨૦૨૧-૨૨માં રેકોર્ડ ૩.૮૪ કરોડ ટન થવાનો અંદાજ છે જ્યારે ગત વર્ષે ૩.૫૯ કરોડ ટન પાક થયો હતો.  શેરડીનું ઉત્પાદન ગત વર્ષના ૪૦.૫૩ કરોડ ટનની સામે ચાલુ વર્ષે ૪૩.૪ કરોડ ટન વિક્રમી ઉત્પદન થવાની ધારણા છે. 

કૃષિ મંત્રાલયે ઘઉંના ઉત્પાદન અંદાજમાં ફરી વાર ફેરફાર કર્યો છે. હવે નવા ઉત્પાદન અંદાજ મુજબ ચાલુ રવી સીઝન દરમિયાન દેશમાં ઘઉંનુ ઉત્પાદન ૧૦.૬૪ કરોડ ટન થવાની ધારણા છે જે પાછલા વર્ષના તુલનાએ ત્રણ ટકા અને છેલ્લા પાક અનુમાનની સરખામણીએ ૪.૪ ટકા નીચો અંદાજ છે. 

કૃષિ મંત્રાલય તરફથી જાહેર ખાદ્યાન્ન ઉત્પાદનના ત્રીજ એડવાન્સ અંદાજ મુજબ ઘઉં, કપાસ અને બરછટ અનાજનો પાક ઓછો થશે જ્યારે અન્ય ખાદ્યાન્ન અને રોકડીયા પાકોનુ ઉત્પાદન પાછલા વર્ષ કરતા વધારે થશે.

ઘઉં સહિત અને બે કૃષિ પેદાશોના પાકમાં સંભવિત ઘટાડા થવા છતાં દેશનું કુલ ખાદ્યાન્ન ઉત્પાદન વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧.૪૫ કરોડ ટનના એક નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી જવાની ધારણા છે, જ્યારે પાછલા વર્ષે દેશમાં કુલ ૩૧.૭ કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થયુ હતુ. 
કૃષિ સચિવ મનોજ આહુજાએ પાછલા સપ્તાહે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડા માટે મુખ્ય ઉત્પાદક રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભયંકર ગરમીને જવાબદાર ગણાવી છે. સરેરાશ કરતા વધારે તાપમાનને કારણ ઘઉંના દાણાનું કદ સંકોચાઇ ગયુ છે જેના પરિણામે ઉત્પાદકતા ઘટતા કુલ પાક ઉત્પાદન ઓછું રહેશે. પાક વર્ષ ૨૦૨૨-૨૧ દરમિયાન દેશમાં ઘઉંનું વિક્રમી ૧૦.૯૫ કરોડ ટન ઉત્પાદન થયુ હતુ. 
પાક વર્ષ ૨૦૨૧-૨૨માં ચોખાનું ઉત્પાદન વધીને ૧૨.૯૬ કરોડ ટન થવાની ધારણા છે જ્યારે પાછલા વર્ષે ૧૨.૪૩ કરોડ ટન પાક થયો હતો. તો કઠોળનું ઉત્પાદન ગત પાક ૨૦૨૦-૨૧ના ૨.૫૪ કરોડ ટનથી વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨.૭૭ કરોડ ટન થવાનો અનુમાન છે.
જોકે બરછટ અનાજનું ઉત્પાદન ૫.૧૩ કરોડ ટનથી નજીવુ ઘટીને ૫.૭ કરોડ ટન થવાની ધારણા છે. તો કપાસનું ઉત્પાદન પણ ૩.૫૨ કરોડ ગાંસડીની સામે ઘટીને ૩.૧૫ કરોડ ગાંસડી થવાની સંભાવના છે.
તેલીબિયાંનું ઉત્પાદન વર્ષ ૨૦૨૧-૨૨માં રેકોર્ડ ૩.૮૪ કરોડ ટન થવાનો અંદાજ છે જ્યારે ગત વર્ષે ૩.૫૯ કરોડ ટન પાક થયો હતો.  શેરડીનું ઉત્પાદન ગત વર્ષના ૪૦.૫૩ કરોડ ટનની સામે ચાલુ વર્ષે ૪૩.૪ કરોડ ટન વિક્રમી ઉત્પદન થવાની ધારણા છે. 

RAED ALSO

Related posts

145મી રથયાત્રા! કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, રથયાત્રાના દિવસે સવારે જગન્ન્ાાથ મંદિરમાં મંગળા આરતી કરશે

pratikshah

ભારતીય રૂપિયો ફરી તૂટ્યો, પ્રતિ યુએસ ડોલરે 78.96નું થયું ઐતિહાસિક ભંગાણ

Hemal Vegda

PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર

pratikshah
GSTV