GSTV

મોંઘવારીનો માર / દિવાળીના તહેવાર પર મોંઘી થઇ જશે તમારી ભોજનની થાળી, જીવનજરૂરિયાતની આ ચીજવતુઓના વધી શકે છે ભાવ

Last Updated on October 23, 2021 by Zainul Ansari

તહેવારોની ઋતુ શરુ થાય એટલે બધી જ વસ્તુઓના ભાવ એકાએક વધવા લાગે છે. તહેવારોના સમયે બજાર એકદમ તેજીના માહોલમા હોય છે. સોના જેવી મૂલ્યવાન વસ્તુથી માંડીને રોજબરોજના વપરાશમા લેવાતુ ખાદ્યતેલ પણ ભડાકા બોલે તેવા ભાવમા વહેંચાતું હોય છે. ત્યારે આ વખતે તહેવારોમા આપણી ભોજનની થાળી પણ મોંઘી થશે એવા ખબરો મળી રહી છે. જ્યારે પણ કોઈ વસ્તુની માંગ વધે એટલે તેના પરથી તેની કિંમત વધવાના અનુમાન મળી રહે છે. સપ્ટેમ્બર મહિનામા મોંઘવારીનો દર સામાન્ય જોવા મળ્યો હતો જ્યારે ઓક્ટોબર મહિનામા મોંઘવારી દરે રેકોર્ડ તોડ્યા. હાલ આવનાર સમયમા જે ચીજવસ્તુઓની માંગ વધી શકે છે તેમા પેટ્રોલ ,ડીઝલ, ફળ, શાકભાજી, ખાદ્યતેલ સહીત અનેક પ્રકારની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

તહેવારના સમયે ખાણીપીણીની ચીજવસ્તુઓમા વધતા ભાવ પાછળનુ એક સૌથી મોટુ કારણ વરસાદ ને પેટ્રોલ-ડીઝલના ભાવમા નિરંતર થતો વધારો છે. આ સિવાય તહેવારના સમયે ચીજવસ્તુઓની માંગમાં એકાએક આવતો વધારો પણ ભાવવધારા પાછળનુ જવાબદાર કારણ હોય શકે છે.

નિષ્ણાતોનું એવુ માનવુ છે કે, સપ્ટેમ્બરમાં છૂટક મોંઘવારી દર 4.35 ટકાથી વધુ રહેશે. આ મોંઘવારીની અસર તમામ ક્ષેત્રોમાં રહેશે. વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકાર હાલ અનેક મહત્વપૂર્ણ પગલાઓ લઇ રહી છે. સરકારે આ મહિને ખાદ્ય તેલ પરની આયાત જકાત ઘટાડી હતી પરંતુ, 54 ટકાથી વધુ ખાદ્ય તેલની આયાત કરવામાં આવે છે, જેથી આ ઘટાડાથી ભાવમા કોઈ ખાસ ફરક પડે નહિ. વૈશ્વિક અંદાજ મુજબ, ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં જુલાઈ 2021 સુધીમાં તેમની કિંમતોમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે.

Read Also

Related posts

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!