GSTV
Home » News » હવે સરકાર નક્કી કરશે જાનમાં કેટલા જાનૈયા આવશે, લગ્નના ખર્ચ પર રાખશે નજર

હવે સરકાર નક્કી કરશે જાનમાં કેટલા જાનૈયા આવશે, લગ્નના ખર્ચ પર રાખશે નજર

મોંધા લગ્નોમાં ભોજન બરબાદ ન થાય તેના માટે શુ કરવુ જોઈએ. તેને લઈને દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે મોંધા લગ્નોમાં મહેમાનોની સંખ્યા ઓછી કરવા અને આવા સમારંભોમાં ભોજનની બરબાદી રોકવા માટે કેટરીંગ સિસ્ટમને વ્યવસ્થિત કરવા માટે એક પોલીસી પર વિચાર કરી રહી છે.

જસ્ટીસ મદન બી લોકુરની બેન્ચે દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવ જણાવ્યુ કે કોર્ટના 5 ડિસેમ્બરના આદેશમાં ઉઠાવવામાં આવેલ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તે આદેશમાં કોર્ટે લગ્ન સમારોહમાં ભોજન અને પાણીના બીનજરૂરી બગાડ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટમાં ઉપસ્થિત દેવે કહ્યુ કે સરકાર કોર્ટના વિચારની દિશામાં કામ કરી રહી છે. દેવે જણાવ્યુ કે આ બાબતમાં એલજી સાથે ચર્ચા કરવામાં આવી છે અને એવુ લાગે છે કે એલજીની સાથે આ વિષય પર સહમતી છે.

તેમણે કહ્યુ કે આ બગાડને અટકાવવા માટે આપણે મહેમાનોની સંખ્યા પણ લીમીટેડ કરી શકિએ છીએ. તેમજ બીજી તરફ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કેટરર્સ અને બેસહારા લોકોને ભોજન ઉપલબ્ધ કરાવનાર એનજીઓ વચ્ચે એક વ્યવસ્થા બનાવી શકાય છે. તેમણે જણાવ્યુ કે વર્તમાનમાં દિલ્હીમાં મેરેજ સમારંભોમાં વધેલુ ભોજન વેડફાય છે અને પછી વધેલી રસોઈનો ઉપયોગ કેટરર્સ અન્ય સમારંભોમાં ઉપયોગમાં લે છે.

બેન્ચે દેવને જણાવ્યુ કે પહેલા આ બાબત પર એક પોલીસી તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી બીજુ મોયુ પગલુ યોગ્ય રીતે અમલમાં લાવવુ જોઈએ. દિલ્હી સરકારના વકિલે આ પોલીસી તૈયાર કરવા માટે આઠ અઠવાડિયાનો સમય માંગ્યો છે. તેમણે કહ્યુ કે દિલ્હીમાં બધા કેટરર્સ પાસે લાઈસન્સ છે અને તે કાયદાકિય રીતે રજીસ્ટર્ડ છે.બેન્ચે મુખ્ય સચિવને 6 અઠવાડિયામાં આ બાબતે પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો અને 5 ફેબ્રુઆરીની આગળની સુનવણીની તારીખ નક્કિ કરી છે.

Read Also

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!