GSTV

Winter Food: ગરમ તાસીરવાળી હોય છે આ 8 વસ્તુઓ, શિયાળામાં દરરોજ કરવું જોઈએ તેનું સેવન

શિયાળામાં ફલૂ, ચેપ, ખાંસી અને શરદી થવાની સંભાવના ઘણી રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારા શરીરને ગરમ રાખવાનું એક પડકારથી ઓછું નથી. 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા તાપમાનને કારણે ઠંડી ઘણી વધી ગઈ છે. ચાલો તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેને ખાવાથી તમારું શરીર આખો દિવસ ગરમ રહે છે.

આદુ

આદું

ઔષધીય ગુણોથી ભરપુર આદુંમાં શરીરને ફાયદો પહોંચાડનારા ઘણા એન્ટીઓક્સીડેંટ્સ મળે છે. તાવ, એસિડિટી, શરદી અને ખરાબ પાચનમાં આદુંવાળી ચા ને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

આમળા

વિટામિન સી યુક્ત આમળા લિવર, પાચન, ત્વચા અને વાળ માટે સારા માનવામાં આવે છે. એસિડિટી, બ્લડ સુગર અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરતા આમળા શિયાળામાં શરીરને ગરમ રાખવામાં પણ અસરકારક છે.

વિટામીન

સંતરા

સંતરામાં વિટામીન સી ભરપુર માત્રામાં મળે છે, શિયાળામાં તડકાને કારણે આપણી ત્વચાને ઘણું નુકસાન થાય છે. જેની ભરપાઈ સંતરા કરી દે છે. બર્ન થયેલી કેલેરીને કંટ્રોલ કરવામાં પણ અસરદાર છે.

મધ

શિયાળામાં ઉધરસ અને શરદીથી રાહત માટે મધ ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે બનાવવામાં મદદ કરે છે.

લસણ

શિયાળામાં શરીરમાં રક્ત પ્રવાહ ઘણો ધીમો થઈ જાય છે. તેને બેલેન્સ કરવા માટે તમારે લસણનું સેવન કરવું જરૂરી છે.

તુલસી

વિટામિન એ, વિટામીન સી, કેલ્શિયમ, ઝિંક અને આયરનથી યુક્ત તુલસી શિયાળામાં વાયરલ ઈન્ફેક્શન સામે તમારું રક્ષણ કરે છે. સવારે અથવા સાંજે તુલસીવાળી ચા પીવાથી શિયાળાના રોગો સામે રક્ષણ મળે છે.

કાળા મરી

ગરમ તાસીરવાળા કાળામરીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ખાવામાં તેનો ઉપયોગ સ્વાદમાં વધારો કરે છે. અને સાથે સાથે શરીરને ગરમ પણ રાખે છે.

બદામ

વિટામિન અને એન્ટીઓકિસડન્ટ ધરાવતી બદામ ઠંડી માટે ઉત્તમ આહાર છે. શિયાળામાં દૂધ અથવા મધ સાથે તેનું સેવન કરવાથી તમને વધતી શરદીથી બચાવે છે. તેનો ઉપયોગ ઘણાં ઘરોમાં ચિકી અથવા લાડુ બનાવવા માટે પણ થાય છે.

ઘી

હાલની જનરેશનના ડાયટમાં ઘી દૂર-દૂર સુધી દેખાતું નથી. કદાચ આજની પેઢી તેનાં ફાયદાઓ વિશે જાણતા નથી. જો તમે નિયમિતરૂપે વર્કઆઉટ કરો તો ઘી તમારા શરીરને શિયાળામાં ઘણો ફાયદો આપશે.

ઈંડા

ઈંડાને પ્રોટીનનો રાજા એમજ કહેવામાં આવતા નથી. એનર્જીની સાથે સાથે પાવરહાઉસમાં ભરપુર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે. જે શિયાળામાં તમારા શરીરનું તાપમાન સંતુલિત રાખે છે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!