GSTV

વાયરલ વિડીયો / અરે બાપ રે! સમોસાના અસ્તિત્વ પર ખતરો, વીડિયો જોઈને લોકો બોલ્યા – “અંત નજીક છે”

Last Updated on December 29, 2021 by GSTV Web Desk

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ ખોરાકમાં નવતર પ્રયોગ કરવામાં કોઈ કસર છોડી નથી. કેટલાક લોકોએ મેગી શેક બનાવ્યા અને પીધા જ્યારે કેટલાકે એવું ભોજન બનાવ્યું જેનાથી લોકો ગુસ્સે થયા. હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ફૂડ બ્લોગરે સમોસાના અસ્તિત્વ પર હુમલો કર્યો છે. હા, સમોસા કે જેમાં બટાકાનો માવો હોય તેમાં ગુલાબજામ્બુ ભરીને સમોસાના અસ્તિત્વને જડમૂળથી ઉખેડી ફેંક્યું.

વિડીયો પણ કર્યો શેર :

વાસ્તવમાં અભિષેક નામના ફૂડ બ્લોગરે તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેણે ગુલાબજાંબુ સમોસા ખાતા-ખાતા પોતાનો અનુભવ લોકો સાથે શેર કરે છે. આ ગુલાબજાંબુ સમોસાનો ટેસ્ટ તેને જરાપણ પસંદ નહોતો. ફૂડ બ્લોગર વીડિયોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા પણ જોઈ શકાય છે.

વીડિયો થયો વાયરલ :

આ વીડિયોને હાલ સુધીમાં ૩૮ લાખ કરતા પણ વધુ વ્યૂઝ મળ્યા છે. 1 લાખ 40 હજાર યુઝર્સએ આ વિડીયો લાઈક કર્યો છે. વીડિયોમાં લોકોને આ ગુલાબજાંબુ સમોસા અજમાવવાની ના પાડવામાં આવી હતી. ઘણા યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે, તેમને તે જોવા પણ નથી ગમતા. એવા ઘણા લોકો છે કે, જે તેને સૌથી ખરાબ કહી રહ્યા છે. ઠીક છે, શું તમને આ વિડીયો જોઈને તેને અજમાવવાનું મન થાય છે? કોમેન્ટમાં તમારા પ્રતિભાવ અવશ્ય જણાવજો.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!