GSTV
Home » News » ઓનલાઇન ખાવાનું મંગાવવું પડ્યું બહુ મોંઘુ, કેશ બેકના નામે ચૂનો લાગ્યો રૂપિયા 91 હજારનો

ઓનલાઇન ખાવાનું મંગાવવું પડ્યું બહુ મોંઘુ, કેશ બેકના નામે ચૂનો લાગ્યો રૂપિયા 91 હજારનો

દિલ્હીના એક સ્ટૂડન્ટને ઓનલાઇન ખાવાનું મંગાવવું બહુ મોંઘુ પડી ગયું છે, દિલ્હી પાસેના ગાજિયાબાદમાં રહેતા સિદ્ધાર્થ બંસલે રવિવારે ઓનલાઇન ફૂડ ઓર્ડર કર્યો. સિદ્ધાર્થે ઝોમેટ્પ એપ પરથી ખાવાનું ઓર્ડર કરી પેટીએમથી 142 રૂપિયા ચૂકવ્યા.

એક કલાક થઈ જવા છતાં ખાવાનું ન પહોંચતાં સિદ્ધાર્થે એપ પર માહિતી માંગી. તો ત્યાંથી એવી મહિતી મળી કે, ખાવાનું ડિલીવર કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રાહક દ્વારા ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

સિદ્ધાર્થે તેના પૈસા રિફન્ડ મેળવવા માટે કહ્યું, તેણે કસ્ટમર કેરમાં ફોન કર્યો, પરંતુ ફોન લાગ્યો નહીં. આ દરમિયાન તેને એક ફોન આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, તેઓ એપના કસ્ટમર કેરમાંથી બોલે છે, પૈસા પાછા આપવાના છે.

તેણે સિદ્ધાર્થ પાસેથી ઓનલાઇન ટ્રાન્જેક્શનની મહૈતી લઈ લઈધી. ત્યારબાદ તેના ખાતામાંથી ઉપરાઉપરી 5 ટ્રાન્ઝેક્શન થયાં અને 91,300 રૂપિયા ઉપડી ગયા. આ અંગેની ફરિયાદ લિંક રોડ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસનું કહેવુંણ છે કે, તેઓ સર્વિલાન્સ ટીમ સાથે આખી ઘટનાની તપાસ કરી રહ્યા છે.

Related posts

ભાગ્ય દર્પણ: આવી હસ્ત રેખા ધરાવતા લોકોને ક્યારેય નથી નડતી આર્થિક સમસ્યાઓ

Bansari

ધર્મલોક : જો આ વસ્તુ હશે ઘરમાં તો આવશે સમૃદ્ધી, લક્ષ્મીને કરશે આકર્ષિત

Mayur

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!