GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ

સુરત: મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં દરોડા પાડ્યા છે. શહેરની 15 જેટલી સંસ્થાઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે કેકના નમૂના પણ લેવાયા છે. અને આ નમૂના ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

વિગતવાર જોઈએ તો, ફૂડ વિભાગે શહેરની 15 સંસ્થાઓમાંથી કેકના 21 નમૂના લીધા છે. જેમાં ઉન વિસ્તારની સાહિલ બિસ્કિટ બેકરી, ઉધનાની કૈશાહન એન્ટરપ્રાઇઝ, દિલીસ્યા ફૂડ, જી.બી.ફૂડ એન્ડ કન્ફેક્શનરી, ડેનિસ કેક એન્ડ બેકર્સ સહિત અન્ય શાખાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાંદેરની સંતોષ બેકરી, અડાજણની આદારો એન્ટરપ્રાઇઝ, અમરોલીની પવન બેકરી, વરાછાની કૃષ્ણા બેકરી, ભટારની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સ, રૂદરપુરાની ઉમરાવ કેક્સ એન્ડ બેકર્સમાં દરોડા પાડ્યા છે.

આમ આ તમામ સ્થળોએ મળીને કુલ 21 નમૂના લેવામાં આવ્યા છે જેને શીલ કરી લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. નમૂના ફેલ જણાશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani
GSTV