GSTV
Food Funda Life Trending

ખાવાનું પહોંચાડ્યા બાદ રડવા લાગ્યો ફૂડ ડિલીવરી બોય, જાણો પછી શું થયુ?

સ્ટેન્ડ-અપ કોમેડિયન સાહિલ શાહે ટ્વિટર પર એક ખૂબ જ ઈમોશનલ સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં તેણે ફૂડ ડિલિવરી બોયની વ્યથા જણાવી હતી.

સાહિલ શાહના ટ્વિટર પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. સાહિલે શ્રેણીબદ્ધ ટ્વિટ કર્યા છે. તેણે લખ્યું છે કે ડિલિવરી થતા સમયે મોડુ પહોંચે છે તો ઠીક છે, પરંતુ ડિલિવરી બોય પર ગુસ્સો ન કરો.

સાહિલે 4 એપ્રિલે અનેક ટ્વિટ કરી હતી. જેમાં તેણે ફૂડ ડિલિવરી બોયની સ્ટોરી શેર કરી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘એક ફૂડ ડિલિવરી બોય આજે મારી સામે વાત કરતાં ભાંગી પડ્યો અને રડવા લાગ્યો કારણ કે તે મારું ફૂડ ડિલિવરી કરી શક્યો તે પહેલાં જ તે ત્રણ વખત રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. મેં તેને પાણી આપ્યું અને ટીપ આપી. તેમની માફી પણ માંગી કારણ કે મારું 500 રૂપિયાનું ડિનર તેમના જીવનથી વધુ નથી, કૃપા કરીને ડિલિવરી કરનારા લોકો સાથે સારી રીતે વર્તો. તેઓ પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

પોતાના ટ્વિટમાં તેણે આગળ લખ્યું, ‘જમવામાં મોડું થાય તો વાંધો નથી, હું ગુસ્સો સમજી શકું છું. પરંતુ તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમારા માટે ખોરાક લાવી રહ્યા છે. તમે કેટલા ભૂખ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તે કોઈના જીવનની કિંમતે ન હોવું જોઈએ.

સાહિલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘જે લોકો ફૂડ ડિલિવરી કરવા આવી રહ્યા છે, તેમને ટિપ આપો. તેમને ન તો સન્માન મળે છે કે ન તો સારા પૈસા. તેમની સાથે સારા બનવાનો પ્રયત્ન કરો. તેમની સાથે વાત કરો, તેમને માન આપો. સાહિલના આ ટ્વિટને ઘણા લોકોએ રીટ્વિટ કર્યું છે.

‘મે ક્યારેય ડિલીવરી બોયને ગુસ્સો નથી કર્યો’

સાહિલે તેના ટ્વિટમાં આગળ લખ્યું, ‘મે ક્યારેય કોઈ ડિલીવરી બોય પર ગુસ્સો નથી કર્યો, કારણ કે હું જાણું છું કે તેઓ ક્યાંથી આવતા હશે. ડિલિવરી બોય જેના વિશે તેણે આ ટ્વિટ કર્યું હતું, તેણે સાહિલને કહ્યું કે 10 વર્ષમાં તું પ્રથમ વ્યક્તિ છે જેણે તેની સાથે વાત કરી અને તેને સમજ્યો.

યુઝર્સે આપી પ્રતિક્રિયા, આ ફૂડ કંપનીને પણ મળ્યો જવાબ

આ ટ્વિટ બાદ ઘણા યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ઘણા યુઝર્સે કહ્યું કે ઝડપી ડિલિવરી પર રોક લગાવવી જોઈએ. એક યુઝરે લખ્યું કે 10 મિનિટમાં ફૂડ ડિલિવરી બંધ કરી દેવી જોઈએ. તે જ સમયે, ફૂડ ડિલિવરી કંપની Zomatoનો જવાબ પણ આવી ગયો છે.

આ ટ્વિટ પર ઘણા યુઝર્સે સાહિલ શાહને કહ્યું કે તમારે માફી ન માંગવી જોઈએ, જે કંપની વહેલામાં વહેલી તકે ભોજન પહોંચાડવાનું કહે છે તેને માફી માંગવી જોઈએ. તે જ સમયે, તેમજ ઘણા લોકો આ ટ્વિટ સાથે સહમત છે.

READ ALSO:

Related posts

સતત વરસાદને પગલે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ, વડોદરાના ૨૫ ગામોને કરાયા એલર્ટ

Bansari Gohel

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed

આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા

Bansari Gohel
GSTV