GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આજથી Zomato એપ પર મફતમાં જોવા મળશે હજારો શો, અમેઝન પ્રાઇમ-નેટફ્લિક્સને આપશે ટક્કર

ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગનો ટ્રેન્ડ બહુ ઝડપથી વધી રહ્યો છે. અત્યારે આપણી પાસે અમેઝન, નેટફ્લિક્સ, ઝી5 જેવામ પ્લેટફોર્મ તો છે, પર્તુ હવે જોમેટો પણ તમને ઓરિજિનલ વીડીયો બતાવવાની ભેટ આપવાની તૈયારી કરી રહ્યોં છે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ જોમેટો, આજે એટલે કે, 16 સપ્ટેમ્બરે પોતાની ઝોમેટો ઓરિજિનલ્સ લૉન્ચ કરશે. મળેલી માહિતી અનુસાર, ઝોમેટો પોતાની જ એપ્લિકેશનને અપડેટ ક્રશે, જેમાં યૂઝર્સને વીડીયો માટે એક અલગ સેક્શન જોવા મળશે.

આગામી ત્રણ મહિના સુધી 18 શો બતાવવામાં આવશે, જે આજથી શરૂ થશે, આ વીડિયોઝમાં ઝોમેટો એપ પર જોવા મળશે. આ વીડિયોમાં રેસિપી અને રેસ્ટોરેન્ટની વાર્તાઓ હશે. મળેલી માહિતી અનુસાર, એપ પર હાજર દરેક વીડિયો 3 થી 15 મીનિટના રહેશે.

ઝોમેટો એક્સપીરિએન્સ અંતર્ગત 2000 કરતાં વધારે વીડિયો લૉન્ચ કરવામાં આવશે, જેમાં ઝોમેટો ઓરિજિનલ્સ પણ હશે. ઓરિજિનલ્સ ભારતમાં ઉપલબ્ધ થશે, જ્યારે સ્નીક પીક અને રેસિપીના વીડિયો ગમે ત્યાંથી જોઈ શકાય છે.

ઝોમેટોના ફાઉન્ડર અને સીઈઓ દિપિંદર ગોયલે જણાવ્યું કે, અમે સતત લોકોને ખોરાક સાથે જોડેલા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ અને અવનવા ઉપાયો અજમાવતા રહીએ છીએ. અમારા મોટાભાગના યૂઝર્સ અઠવાડિયામાં ઘણીવાર એપની મુલાકાત લે છે. તેઓ ઝોમેટો ઓરિજિનલ્સનો ઉપયોગ કરી અમાર અયૂઝર્સને વધારે ખુશ કરવાનો અવસર પ્રદાન કરવામાં આવે છે.

Related posts

તમિલનાડુમાં રેકોર્ડબ્રેક 4329 નવા પોઝીટીવ કેસ સાથે કુલ આંક 1 લાખને પાર

Harshad Patel

PUBG રમવા માટે 17 વર્ષના દિકરાએ ઉડાવી દીધી પિતાની પુરી કમાણી

Nilesh Jethva

બેંકોમાં 350 કરોડનું મહાકૌભાંડ કરી વિદેશ રફ્ફુચક્કર થયો આ બિઝનેસમેન, સીબીઆઈ કરી રહ્યુ છે તપાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!