GSTV

ટ્રમ્પના નિવેદનોથી ભાજપમાં ઉચાટ : હવે ધારાસભ્યોને થવા લાગ્યું પ્રેશર, અમદાવાદમાં તો ફરજ પડાઈ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન માટે માણસો એકઠાં કરવા માટે ભાજપના અમદાવાદના નેતાઓએ કાર્યકર્તાઓની તાકીદની બેઠક બોલાવીને તમે કેટલી બસ ભરીને માણસો લાવી શકશો તેવા સવાલ કરીને તેમના નામ અને બસની સંખ્યા લખીને માનવ મેદની એકત્રિત કરવાની કવાયત કરવામાં આવી રહી છે. એક તરફ મોટેરા સ્ટેડિયમમાં વીઆઈપી સહિતના લોકો મળીને એકથી સવા લાખની માનવ મેદની એકત્રિત કરવાની છે. તદુપરાંત તેઓ ડોનાલ્ડ ટ્રમ્ફના રોડ શૉ દરમિયાન રસ્તાની બંને તરફ માનવ મેદની ઉમટે તે માટે આયોજનો કરી રહ્યા છે.

માણસો લઈ આવવા માટે તડાફડી

આજે સવારથી જ ભાજપના ધારાસભ્યો અને વગદાર નેતાઓએ તેમના વોર્ડના કાર્યકરોને બોલાવીને અગ્રણી કાર્યકરોને એક અને બે બસ ભરીને માણસો લઈ આવવા માટે સૂચના આપી રહ્યા છે. તેમના નામ લખીને તેમની સામે બસની સંખ્યા લખવામાં આવી રહી છે. આમ તેઓ માનવ મેદની એકત્રિત કરવા માટે હવાતિયા મારી રહ્યા છે. એક તરફ બે લાખથી વધુની માનવ મેદની એકત્રિત કરવી કઠિન બની રહી છે ત્યાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમદાવાદમાં 70 લાખ લોકો તેમનું અભિવાદન કરવાના છે. આખા અમદાવાદ શહેરની વસતી પણ 70 લાખની થતી નથી. આ સંજોગોમાં 70 લાખ લોકો તેમનું અભિવાદન કરે તેવી સંભાવના નહિવત છે. ડોનાલ્ડ ટ્રમ્પની માનવ મેદની માટેની અપેક્ષા એક કરોડને પણ આંબી ગઈ છે.

ભાજપે માનવમેદની એકઠી કરવા એડીચોટીનું જોર લગાવ્યું

પરિણામે ભાજપના સ્થાનિક નેતાઓ પર તેને માટેનું દબાણ વધી રહ્યું છે. તેમ છતાંય ભાજપ મોટી મોનવ મેદની એકઠી કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. અભિવાદના સમિતિના અધ્યક્ષ અને અમદાવાદના મેયર બિજલ પટેલની અધ્યક્ષતામાં આ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અમ્યુકોના દરેક વોર્ડના નેતાઓને બોલાવીને માનવ મેદની એકત્રિત કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી રહી છે. તમામ 48 વોર્ડમાં આ કવાયત હાથ ધરવામાં આવી છે. માનવ મેદની એકત્રિત કરનારાઓને તેમની સાથે આવનારા દરેકને સૂકા નાસ્તાના પેકેટ્સ આપવાની ખાતરી આપી છે.

ચારથી પાંચ માણસો મોકલવા ભલામણ

તેમની આર્થિક લાલચ આપી હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. રૉડ શૉમાં કરનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે રસ્તાની બંને તરફ ઊભો રહેવા માટે આ માનવમેદનીને તૈયાર કરવામાં આવી રહી છે. અમ્યુકોના આરોગ્ય વિભાગને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને વિતરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અગાઉ સરકારના આરોગ્ય વિભાગના રસીકરણના કામકાજ સાથે સંકળાયેલા અધિકારીઓને અમદાવાદની જુદી જુદી સોસાયટીઓના પ્રમુખો અને હોદ્દેદારોનો સંપર્ક કરીને તેમની સોસાયટીઓમાંથી ગુડ લુકિંગની કેટેગરીમાં આવતા હોય તેવા ચારથી પાંચ માણસોને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી. તેમને આધારકાર્ડ અને પાનકાર્ડ પણ મંગાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાતમાં ટોપ લેવલની બેઠક : કોરોનાને પગલે ફફડી રૂપાણી સરકાર, આ છે હાજર

pratik shah

જીવના જોખમે અમદાવાદમાં બફર ઝોનમાં કામગીરી, વિજય નહેરાએ કહ્યું હજુ મોટી સંખ્યામાં કેસો વધશે

pratik shah

એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી, અમે 50 કેસો શોધી 500ના મોત અટકાવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!