GSTV
Home » News » વાવાઝોડાનાં ખતરાને પગલે ભાવનગરના 34 ગામોને એલર્ટ કરાયા, આવતીકાલે લોકોને સ્થળાંતર કરાશે

વાવાઝોડાનાં ખતરાને પગલે ભાવનગરના 34 ગામોને એલર્ટ કરાયા, આવતીકાલે લોકોને સ્થળાંતર કરાશે

ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 34 ગામનો એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ મહુવાના 13 ગામોમાં વધુ અસર થવાની શકયતા છે. લોકોનો સ્થળાતંરની કરવાની કામગીરી આવતીકાલથી શરૂ થશે. જરૂરું પડે તો જિલ્લાના 34 ગામના અંદાજીત 9 હજાર 190 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સંભવિત વાવાઝોડાને લઈને અધિક કલેકટર દ્વારા મોબાઈલ ઓપરેટરો સાથે મિટિંગ યોજી હતી. અને તમામ ઓપરેટરોને જિલ્લાના નેટવર્ક સતત ચાલુ રહે તે માટે તમામ મેન્ટેન્સ કરી રિપોર્ટિંગ કરવા આદેશ કર્યો છે.

વાયુ ચક્રવાતના સંકટના પગલે રાજ્યના આરોગ્ય વિભાગને પણ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચના આપી દેવાઇ છે. જેમાં પીએસસી અને સીએચસી સેન્ટર તેમજ સબ સેન્ટર કક્ષાએ તમામ જરૂરી દવાઓનો જથ્થો તેમજ હોસ્પિટલ ખાતે બેન્ડેજ, ડ્રેસીંગ માટે જરૂરી સાધન સામગ્રી, એક્સ રે પ્લેટ સહિતની તમામ જરૂરી ચીજ વસ્તુઓ હાજર રાખવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત એમ્બ્યૂલન્સ ચાલુ અવસ્થામાં રહે તેવી સૂચના પણ અપાઇ છે. આ ઉપરાંત રાજ્યના આરોગ્યને સંલગ્ન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા તેમજ તમામની રજા તાત્કાલીક અસરથી રદ કરવાની સૂચના અપાઇ છે.

READ ALSO

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!