GSTV
Home » News » છેલ્લી ઘડીએ સાથી પક્ષો સાથ ન છોડી જાય આ માટે ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

છેલ્લી ઘડીએ સાથી પક્ષો સાથ ન છોડી જાય આ માટે ભાજપે બનાવ્યો માસ્ટર પ્લાન

લોકસભાની ચૂંટણીના પરીણામો ૨૩મીએ જાહેર થવાના છે, આ સ્થિતિ વચ્ચે એક્ઝિટ પોલ જારી કરાયા હતા જેમાં કેટલાકે દાવો કર્યો છે કે ભાજપને પૂર્ણ બહુમત નહીં આવે પણ સાથી પક્ષોના ટેકાથી સરકાર બનાવવી પડશે. આ સ્થિતિનું નિર્માણ થશે તેવો અંદાજ કદાચ ભાજપને પણ આવી ગયો હોય તેમ લાગે છે અને તેથી જ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક બેઠક બોલાવી હતી જેમાં એનડીએના જે પણ પક્ષો છે તેના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મંગળવારે  આ નેતાઓ માટે એક વિશેષ ભોજનું આયોજન ભાજપ અધ્યક્ષે કર્યું હતું જેથી પરીણામો પહેલા જ સાથી પક્ષોને પોતાની સાથે રાખવામાં સરળતા રહે. 

amit shah election

અગાઉ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી થઇ રહી હતી ત્યારે શરૃઆતમાં ભાજપ બહુમત સુધી પહોંચ્યો હોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. જેને પગલે તેને પોતાના જ દમ પર સરકાર બનાવવાનો વધુ પડતો વિશ્વાસ હતો તેથી તે અન્ય સાથી પક્ષોને સાથે રાખવામાં બહુ રસ ન દાખવ્યો પણ પરીણામો જાહેર થયા ત્યારે સ્થિતિ તદન જુદી જ હતી.

કોંગ્રેસ અને જેડીએસ બન્નેએ મળીને સરકાર બનાવી લીધી હતી, આવી જ સ્થિતિનું નિર્માણ હવે કેન્દ્ર સરકારમાં ન બને તે માટે ભાજપે અત્યારથી જ પ્રયાસો હાથ ધરવાના શરૃ કરી દીધા છે. અને એક ભોજ દ્વારા સમગ્ર એનડીએને એક કરવાના પ્રયાસો થયા છે. 

kejriwal on evm

ભાજપ અધ્યક્ષ દ્વારા આયોજીત આ ડિનરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમાર, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ જોડાયા હતા. આ ડિનરનો મુખ્ય હેતુ એનડીએના ૧૨થી પણ વધુ પક્ષોને છટકવા ન દેવાનો હોવાનું મનાઇ રહ્યું છે. આ બેઠકમાં અન્ય નેતાઓમાં નિતિન ગડકરી અને રાજનાથસિંહનો પણ સમાવેશ થાય છે. અન્ય એક બેઠક પણ અમિત શાહ દ્વારા બોલાવવામાં આવી હતી જેમાં કેન્દ્રીય પ્રધાનોને આમંત્રીત કરાયા હતા.

modi - shah

ચૂંટણી પરીણામો પહેલા જ ભાજપે શરૃ કરેલો બેઠકોનો આ દૌર ઘણા સંકેતો આપી રહ્યો છે જેમાનો એક સંકેત છે કે ભાજપને ક્યાંકને ક્યાંક ભય છે કે ચૂંટણી પરીણામોમાં જો સ્પષ્ટ બહુમત ન મળી તો ભાજપે સાથી પક્ષોનો સહારો લેવો જ પડશે અને કર્ણાટકમાં જે ભૂલો કરી તેવી ભૂલો ફરી ન થાય તેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!