GSTV
Home » News » ચક્રવાતને પગલે તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું, જેમાં ચાર સગર્ભા મહિલાઓએ બાળકને જન્મ આપ્યો

ચક્રવાતને પગલે તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું, જેમાં ચાર સગર્ભા મહિલાઓએ બાળકને જન્મ આપ્યો

વાયુ વાવાઝોડાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું હતુ. જેમાં કુલ 298 સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત પી.એચ.સી અને ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી…જેમાની બાર સગર્ભા સ્ત્રીઓની પ્રસુતિ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.આ તમામ મહિલાઓના સગા માટે આરોગ્યતંત્ર દ્વારા ભોજન અને રહેવાની સુવિધા પણ કરાઈ હતી.

વાયુ વાવાઝોડાને લઇને પ્રકૃતિની વિપરિત પરિસ્થિતી વચ્ચે પ્રસૃતા મહિલાઓ માટે પડકારજનક સ્થિતી સર્જાઇ હતી.પરંતુ આમ છતા જીવનનો ઘટનાક્રમ અટક્યો નહીં અને વાયુ વાવાઝોડાને લઇને વાતાવરણના વરવા રૂપ વચ્ચે પણ રાજ્યમાં વિવિધ સ્થળોએ બાળકોનો જન્મ થયો.

જેમાં ભાવનગરના મહુવાની એક હોસ્પિટલમાં ચાર મહિલાઓ બાળકને જન્મ આપ્યો હતો. વહીવટી તંત્રએ જિલ્લામાંથી ૪૦ જેટલી સગર્ભા મહિલાઓને આઈડેન્ટીફાઈ કરી હતી. વાવાઝોડાના કારણે ૧૦ દિવસમાં જે મહિલાઓની ડિલીવરી આવતી હોય તેવી ૪૦ મહિલાઓને મહુવાની હોસ્પિટલ લાવવામાં આવી હતી.

જ્યાં ચાર સગર્ભા મહિલાઓએ બાળકને જન્મ આપ્યો છે. તો અમરેલીના જાફરાબાદના શિયાળ બેટ ખાતેથી ગર્ભવતિ મહિલાને રેસ્ક્યુ કરીને ખસેડવામાં આવી અને રાજુલાની હોસ્પિટલમાં તેણે બાળકીને જન્મ આપ્યો છે..તો જામનગરમાં વાયુ વાવાઝોડાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સગર્ભા સ્ત્રીઓનું સ્થળાંતર કરાયું હતું..જેમાં કુલ 298 સગર્ભા સ્ત્રીઓને સુરક્ષિત રીતે પી.એચ.સી અને ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી…જેમાંની બાર સ્ત્રીઓની પ્રસુતિ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!