GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

કેજરીવાલના એક નિવેદનની કમાલ, પોલીસકર્મીઓના ગ્રેડ-પે મુદ્દે સરકારે કરી જાહેરાત

છેલ્લાં કેટલાંક દિવસોથી રાજકારણમાં રેવડીનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી હતી કે, જો તેમની સરકાર આવશે તો ગુજરાતના પોલીસકર્મીઓને દેશમાં અપાતો શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે. કેજરીવાલના આ નિવેદન બાદ ભાજપ સરકાર પણ દોડતી થઈ હતી. પોલીસકર્મીના ગ્રેડ પે અને એલાઉન્સ મુદ્દે હવે ગુજરાત સરકારે પણ સકારાત્મક વલણ દાખવી આજે જાહેરાત કરી છે.

અરવિંદ કેજરાવીલનું નિવેદન

ગુજરાતમાં પોલીસકર્મીઓના ગ્રેડ-પે વધે એટલા માટે છેલ્લાં કેટલાંક સમયથી આંદોલન ચાલી રહ્યું છે. છેલ્લે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પણ વિરોધ પ્રદર્શન થયું હતું. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જે જાહેરાત કરી હતી એ મુદ્દો પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે જ ભાજપ સરકાર આ મુદ્દે હકારાત્મક ઉકેલ લાવી રહી છે એવા મેસેજ પણ ફરતા થયા હતા. ત્યારે પોલીસકર્મીઓ રાહ જોઈને બેઠાં હતા કે ભાજપ સરકાર ગ્રેડ પે વધારે છે કે પછી એલાઉન્સમાં વધારો કરે છે.

આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?

રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અમે આ મુદ્દે કોઈ પણ રાજનીતિ કરવા માંગતા નથી. પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે સરકાર સાથે વાતોઘાટો ચાલી રહી છે. આ મુદ્દે અનેક બેઠકો બોલાવવામાં આવી છે અને ચિંતન કરવામાં આવ્યું છે. કેટલાંક લોકો મહત્વના નિર્ણયમાં રુકાવટ બનતા હોય છે. બીજી તરફ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, ભાજપ સરકાર પોતાને રાજકીય લાભ થાય એવી ગણતરી રાખે છે. સરકાર વાટોઘાટોથી પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે.

અન્ય વિભાગોની પણ આ નિર્ણય પર હતી નજર

કેટલાંક સમૂહોમાં હાલ ભાજપ સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય કર્મીઓ પણ પોતાની પડતર માગોને લઈને આંદોલન કરી રહ્યા છે. જો પોલીસકર્મીઓના ગ્રેડ પે વધે તો સરકારના બીજા કેટલાંક વિભાગો તાક માંડીને બેઠા છે. ત્યારે નાણાં વિભાગ પર પણ ભાર પડશે. ત્યારે હવે આ મુદ્દાને લઈને સરકારે આજે જાહેરાત કરી છે.

આખરે શું આ મુદ્દાનો આ આખરી ઉકેલ છે કે શું હજુ પણ આ મુદ્દો સંપૂર્ણ પણે ઉકેલાયો નથી? શું આ જાહેરાતથી પોલીસ બેડામાં સંતોષ છે કે હજુ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે અને આગળ ઉપર આ મુદ્દે આંદોલન જારી રહેશે તે તો ભવિષ્યમાં જ જાણ થશે.

Related posts

સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ

Pankaj Ramani

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan

અમેરિકામાં વધુ એક ગુજરાતી વ્યક્તિની ગોળી મારી હત્યા, હત્યારાએ હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા

Hardik Hingu
GSTV