GSTV

ટ્રાફિકના નિયમોનું કરો પાલન અને લઈ જાવ 100 રૂપિયાનું પેટ્રોલ, વડોદરા પોલીસે શરૂ કરી સરાહનીય પહેલ

ટ્રાફિક

Last Updated on November 25, 2021 by Zainul Ansari

લોકો ટ્રાફિકના નિયમોને અનુસરે તે માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનરે કહ્યું કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક ચેમ્પ અભિયાન લોન્ચ કર્યું છે. જે હેઠળ જે નાગરિકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે છે તેમને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાશે. તેમને 100 રૂપિયાનું પેટ્રોલ પણ ફ્રીમાં આપવામાં આવશે.

traffic-police-pic

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વડોદરા પોલીસે સરાહનીય પહેલ શરૂ કરી છે. જે મુજબ જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરશે, તેમને સર્ટિફિકેટ આપવામાં આવશે. તેની સાથે જ તેમને 100 રૂપિયાનું પેટ્રોલ પણ ફ્રીમાં આપવામાં આવશે. આટલું જ નહીં રેસ્ટોરન્ટની ડિસ્કાઉન્ટ કુપન પણ તેમને આપવામાં આવશે. આ અભિયાન આખુ વર્ષ ચાલશે. કમિટી રોજ 50 લોકોને પ્રોત્સાહિત યોજનાનો લાભ આપશે. તેના માટે રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સીસીટીવી પર પોલીસની ટીમ મોનિટરિંગ કરશે.

વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલા સરાહનીય છે. વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરશે, તો તેટલા ઓછા પ્રમાણમાં અકસ્માતો થશે. હવે જોવાનું રહ્યું કે વડોદરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલનો કેટલો ફાયદો થાય છે.

Read Also

Related posts

આણંદ/ કેરા કેન કંપનીના માલિકની મનમાની સામે કર્મચારીઓ બે દિવસથી હળતાળ પર ઉતર્યા, કર્મચારીઓનું મોટા પાયે શોષણ

Pravin Makwana

કોંગ્રેસ પાર્ટી માટે મોટા સમાચાર/ બે-ત્રણ દિવસમાં મળી જશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, વિપક્ષ નેતાની પણ થઈ શકે છે જાહેરાત

Pravin Makwana

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!