GSTV
Health & Fitness Life Trending

મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે

ખરાબ મૂડ હોવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં જીવનશૈલીમાં ફેરફાર, ઓફિસની ટેન્શન, આર્થિક સ્થિતિમાં તંગી સહિત કેટલીક સમસ્યાઓને કારણે વ્યક્તિનો મૂડ ખરાબ થઈ શકે છે. પરિણામે કેટલાક લોકો સ્ટ્રેસ અનુભવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને નાની વાતે ગુસ્સો આવો અને ચીડિયાપણું આવવા લાગે છે. આના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ઘણું અસર પડે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો છો, તો આ ટિપ્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ આ અહેવાલમાં

સવારે વહેલા ઉઠો

સવારે ઉઠો અને દિવસમાં કરવાના કાર્યોનું પ્લાનિંગ કરો. આવું કરવાથી તમને દિવસમાં દરેક કામ સમયસર નિયમિત રીતે કરવામાં મદદ મળશે. તમારું મન સ્પષ્ટ રહેશે કે આજે તમારે ક્યા કામ કરવાના છે.

સ્મિત

સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા સ્મિત કરો. તણાવગ્રસ્ત અને અસ્વસ્થ મન સાથે જાગશો નહિ. તમારા ચહેરા પર થોડું સ્મિત રાખો. આ યુક્તિ તમારા મૂડને સુધારવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

ગ્રેટીટ્યુડ

ગ્રેટીટ્યુડની ભાવના રાખો. જીવનમાં દરેક વસ્તુ માટે આભારી રહો.

સકારાત્મકતા

નકારાત્મક સેલ્ફ ટોક (પોતાની સાથે વાતચીત)  વ્યક્તિને બરબાદ કરી શકે છે. આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી. તમારું વલણ બદલો. તમારા વિશે સારી રીતે વિચારો. આ વસ્તુ તમને સકારાત્મક રહેવામાં મદદ કરશે.

સવારે મોંર્નિંગ વોક કરો

જો તમે તણાવ અનુભવી રહ્યાં છો તો થોડીવાર માટે બહાર ચાલવા માટે જાઓ. તેનાથી તમે હળવાશ અનુભવશો. આ તમારા તણાવને ઘટાડવામાં પણ મદદ કરશે. તેનાથી તમારી ચિંતા દૂર થશે.

સંગીત સાંભળો

મૂડને સુધારવા અને ખુશ રહેવા માટે સંગીત સાંભળી શકો છો. આ તમને વધુ હળવાશનો અનુભવ કરાવશે. તમે તમારા મનપસંદ ગીતને સાંભળી શકો છો.

મગજને શાંત રાખો

તમારી જાતને દરરોજ 5 મિનિટ આપો. નકારાત્મક વિચારો પર ધ્યાન ન આપવાનો પ્રયાસ કરો અને પૂરતી ઊંઘ લો

Also Read

Related posts

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah

શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?

Padma Patel
GSTV