GSTV

ખુશખબરી! રીટાયરમેન્ટ સમયે PFના પૈસા બે ગણા મળશે, અપનાવો આ સરળ રીત

નોકરી કરનાર વ્યક્તિ માટે પ્રોવિડેન્ટ ફંડ એટેલે કે PFની રકમ ખૂબ જ મહત્વની હોય છે, કારણ કે, મોંઘવારીના સમયમાં આ રકમ વ્યક્તિની ઘણી બધી જરૂરીયાતોને પૂર્ણ કરતી હોય છે. જો તમે પણ તમારા પ્રોવિડેન્ટ ફંડમાં જમા થયેલી રકમને બેગણી કરવા માંગો છો તો, તે માટે તમારે એક નાનું પગલું ભરવું પડશે. આ કામ માટે તમારે તમારા માલિક સાતે વાત કરવી પડશે. જેમાં તમારે માત્ર સેલેરી સ્ટ્રક્ચરમાં થોડા ફેરફાર કરવા પડશે. તમે તમારા એમ્પ્લોયર પાસેથી પીએફ યોગદાનમાં વધારો કરી શકો છો. જેથી તમારા પગારમાં થોડી રકમ ઓછી થશે, પરંતુ તમારું જમા ફંડ બે ગણું થઈ શકે છે. સાથે જ તમને બચત અને ટેક્સમાં પણ સારો વિકલ્પ મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, નોકરી કરનાર લોકોના પગારમાંથી કપાતી રકમ બે ખાતામાં જમાં થાય છે. પ્રથમ પ્રોવિડેન્ટ ફંડ એટલે EPF અને બીજી પેન્શન ફંડ એટલે કે, EPS હોય છે. ઉલ્લેખનીય છે કે, નોકરી કરતા કર્મચારીના બેઝિક પગારનો 12 ટકા ભાગ EPF માં જમા થાય છે. તે સિવાય કંપની તરફથી 3.67 ટકા EPF માં અને 8.33 ટકા ભાગ કર્મચારી પેન્શન યોજના EPSમાં જમા થાય છે.

કેવી રીતે વધશે EPFની રકમ

  • જો કોઈપણ કર્મચારી પોતાના માસિક યોગદાનને બે ગણું કરાવી લે તો, તેમના પીએફ ફંડની રકમ પણ ખુદ જ બે ગણી થઈ જાય છે. એટલે કે, હાલના સમયમાં બેઝીક પગાર પર 12 ટકા પીએફનું યોગદાન હોય છે, પરંતુ જો કર્મચારી તેને વધારીને 24 ટકા કરી લે તો, તેમનું પીએફ ફંડ પણ બે ગણુ થઈ જાય છે.
  • પીએફ ફંડ બે ગણું તેજીથી વધવાની સાથે તમને આ રકમ પર ડબલ વ્યાજનો પણ ફાયદો મળશે. ખરેખર, પીએફ પર વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ ફોર્મૂલા પ્રમાણે હોય છે. જેને કંપાઉન્ડિ ઈન્ટરેસ્ટ પણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ફંડ બે ગણુ જમા થશે અને દર વર્ષે વ્યાજ પર વ્યાજનો પણ ફાયદો મળશે. આ રીતે તમારા રિટાયરમેન્ટ વખતે મોટુ ફંડ પણ તૈયાર રહેશે.
  • જો તમારા એમ્પ્લોયર તમારા પીએફના ફાળાને વધારી દે છે, તો તમારા પીએફ ખાતામાં દર મહિને પીએફ ફંડમાં વધારે પૈસા જમા થશે.
  • જો સમય રહેતા પીએફના ફાળાની રકમને વધારી દેવામાં આવે તો, રિટાયરમેન્ટ સમયે તમારુ પીએફ બે ગણું થઈ શકે છે. હાલના સમયમાં કર્મચારીઓ પ્રોવિડેન્ટ ફંડ એટલે કે, EPF પર 8.65 ટકા વ્યાજ મળે છે. જેથી પીએફની રકમને વધારવાથી તમને મળતું વ્યાજ પણ બે ગણું થઈ જાય છે.
  • EPFO નો આ નિયમ દરેક કર્મચારીને છૂટ આપે છે કે, તે પોતાની કંપનીમા પોતાના પીએફમાં જમા થતી રકમને વધારી શકે છે. ઉલ્લેખનીય છે કે, એમ્પોલોઈ પ્રોવિડેન્ટ ફંડ એક્ટ હેઠળ આ છૂટ આપાવમાં આવે છે.
  • નિયમો પ્રમાણે, પ્રોવિડેન્ટ ફંડમં બેઝિક સેલેરી અને DA 12 ટકા કર્મચારીના ભાગમાં જમા થાય છે.
  • સાથે જ આ ભાગ કંપની તરફથી કર્મચારીના ખાતામાં જમા થાય છે. કોઈપણ કર્મચારી પોતાના મહિનાના કંટ્રીબ્યૂશનને બેઝીક સેલેરીના 100 ટકા સુધી વધારી શકે છે.

READ ALSO

Related posts

કોટક બેન્ક ખરીદી રહી છે ઇન્ડસઇંડ બેંક, આખરે વિવાદ વધતાં બેન્કે કરી આ સ્પષ્ટતા

Ankita Trada

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!