GSTV

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

મેલેરિયા

Last Updated on June 22, 2021 by Bansari

વરસાદી મોસમમાં જ્ન્મ લેતા મચ્છર અને તેનાથી થતાં મેલેરિયા રોગ સામે સાવચેતીના ભાગરૃપે આ રોગના લક્ષણો, સારવાર વિગેરે અંગે અદાણી મેડિકલ કોલેજના કામ્યુનિટી ડીસીઝ વિભાગે માર્ગદશકા જારી કરી છે. ભુજ મેડિકલ કોલેજના કામ્યુનિટી ડીસીઝ વિભાગના વડા, પ્રો. અને ડો. જુતા કાકડેએ કહ્યું કે, મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છર છે. આ મચ્છરનો બ્રિડિંગ સમય(ઈંડા મૂકવા) વરસાદી સમય છે. આ કાર્ય માટે તેને લોહીની જરૃર પડતી હોવાથી માનવેને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે. એટ્લે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાની વર્તવાની હોય છે.

મેલેરિયા

પહેલા જ સાવધાની રાખવામા આવે તો બચી શકાય

રોગ થાય એ પહેલા જ સાવધાની રાખવામા આવે તો બચી શકાય છે. માટે મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય. પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાયેલા હોવાથી સાફ રાખવા જરૃરી છે. ઇલાજથી બહેતર બચાવ હોવાથી શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું, ગુડનાઇટ, ધૂપ વિગેરે કરાય છે. એ પણ યોગ્ય છે. કારણ કે, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ પસંદ કરે છે.

મેલેરિયા

મેેલેરિયાના લક્ષણો

કચ્છમાં ખાસ કરીને કુલ પાંચ મેલેરિયાના પ્રકાર પૈકી ફાલ્સીપેરમ અને વાયવેક્સ જોવા મળે છે. વાયવેક્સનું પ્રમાણ વધુ છે. એકાંતરે ઠંડી સાથે તાવ આવે છે. ફાલ્સીપેરમ જેવા મેલેરિયા તાવમાં ૭૨ કલાક પછી તાવ આવે છે. તાવ સાથે પસીનો પણ થાય છે. આવું થાય તો તબીબોનો સંપર્ક કરવ લોહીની તપાસથી મેલેરિયા પ્રકાર કે મેલેરિયા છે તે જાણી શકાશે. તબીબે સૂચવ્યા મુજબ પૂરી દવા લેવી નહીં તો તાવ ફરી આવી શકે છે. ડોક્ટરને પૂછયા વિના કોઈ દવા તો લેવી જ નહીં.

આમ તો, કલોરોક્વિન તેની મુખ્ય દવા છે. દરેક સરકારી દવાખાનામાં તે વિનામુલ્યે ઈલાજ કરવામાં આવે છે. ગરમી અને વરસાદી મોસમમાં પાણી પીતા રહેવાથીમેલેરિયાને મ્હાત આપી શકાય છે. કારણ કે,શરીરમાાૃથી ગરમી નીકળવી જરૃરી છે. ક્યારેક ક્રોનીક મેલેરિયા થઈ જાય ત્યારે એનીમિયા થઈ જતો હોવાથી આ રોગથી સંભાળવું જરૃરી છે. ગર્ભવતી મહિલાઓને પણ પૂરતી સંભાળ રાખવી આવશ્યક છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!