ટ્રાવેલિંગ દરમિયાન જો ઓછા બજેટમાં સફર પુરી થાય તો તેની મજા અલગ જ હોય છે. મોટાભાગના લોકો મુસાફરી કરતી વખતે ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત હોય છે, પરંતુ કેટલીકવાર ખર્ચ બજેટ કરતાં વધી જાય છે. આ કારણે, ટ્રિપની મજા ક્યારેક થોડી ફિકી બની જાય છે. જો કે, કેટલીક સરળ ટિપ્સ દ્વારા, બજેટમાં જ સફર ઘણી હદ સુધી પૂર્ણ કરી શકાય છે. જો જોવામાં આવે તો લોકો શોપિંગ અને ટિકિટ માટે ટિપ્સ તો ફોલો કરે છે, પરંતુ હોટલ સાથે જોડાયેલી એવી ઘણી બાબતોથી તેઓ વાકેફ નથી, જેનાથી તેમને ઓછા પૈસામાં વધુ સુવિધા મળી શકે છે.

હોટલ સાથે જોડાયેલ ઘણા એવા ફેક્ટ્સ હોય છે તેને ફોલો કરવા બેસ્ટ રહે છે. અહીં તમને હોટલ સંબંધિત કેટલીક એવી ટિપ્સ જણાવીએ છીએ, જેની મદદથી તમે ટ્રિપની મજા બમણી કરી શકો છો.
નવી હોટેલ સર્ચ કરો
ગમે ત્યાં પ્રવાસે જતા પહેલા નવી હોટેલ શોધો. આ માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો. જેઓ ઓનલાઈન ફ્રેન્ડલી નથી તેઓ તે લોકેશન પર જઈ એવી હોટલ્સની મુલાકાત લઈ શકે છે અને તે હોટેલો સર્ચ કરી શકાય છે જે થોડા સમય પહેલા નવી બનાવવામાં આવી હોય. એવું માનવામાં આવે છે કે જે હોટલો નવી છે, તે ઓછા પૈસામાં વધુ સુવિધા આપે છે. અહીં રહેવું અને ખાવા-પીવું એકદમ સસ્તું હોય છે.
પહેલેથી પસંદ કરી લો હોટેલ
આજકાલ એવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે એપ્સ છે, જે તમને શ્રેષ્ઠ હોટલનું સજેશન કરી શકે છે. આના પરના રેટિંગ તમને હોટલ પસંદ કરવામાં મદદ કરી શકે છે. આ સાથે, તમે અહીંની હોટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.
એર ટિકિટ અને હોટેલ બુકિંગ
ઓછા બજેટમાં ટ્રિપ પૂર્ણ કરવાની આ પણ શ્રેષ્ઠ રીત છે. જો તમે હવાઈ મુસાફરી દ્વારા પ્રવાસ પર જઈ રહ્યા છો, તો તેની સાથે હોટેલ બુક કરો. આનાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો અને વધુ સુવિધાઓ પણ મેળવી શકો છો. કેટલીક વેબસાઇટ્સ એર ટિકિટ સાથે હોટલ બુક કરતી વખતે શ્રેષ્ઠ ડીલ ઓફર કરે છે.
ઑફ સિઝનમાં કરો બુક
જો તમે ઓછા બજેટમાં મુસાફરી કરવા માંગો છો, તો હોટેલ માટે શક્ય તેટલો ઓછો ખર્ચ કરો. બજેટ ટ્રિપ્સ માટે ઑફ સિઝનમાં મુસાફરી કરવી શ્રેષ્ઠ છે. માત્ર ઓફ સીઝનમાં જ હોટલ બુક કરો, કારણ કે આ સમય દરમિયાન હોટેલયર્સ વધુ સુવિધા આપે છે અને આ માટે તેઓ ઓછા પૈસા લે છે.
MUST READ:
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી