GSTV
Home » News » વારંવાર સ્માર્ટફોનની સ્ટોરેજ ભરાઇ જતી હોય તો ફટાફટ કરી લો આ કામ, હેન્ગ પણ નહી થાય તમારો ફોન

વારંવાર સ્માર્ટફોનની સ્ટોરેજ ભરાઇ જતી હોય તો ફટાફટ કરી લો આ કામ, હેન્ગ પણ નહી થાય તમારો ફોન

clear internal memory

આજે લગભગ મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય છે. મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોન 32GB અને 64GB ઇન્ટરનલ મેમરીના હોય છે પરંતુ ઇન્ટરનલ મેમરી 80 ટકાથી વધુ યુઝ થાય તો ફોન તરત જ હેન્ગ થવા લાગે છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારા ફોનની ઇન્ટરનલ મેમરી તો ફ્રી થશે જ સાથે જ તમારો ફોન પણ વારંવાર હેન્ગ નહી થાય.

બિન જરૂરી એપ્સ ડિલિટ કરો

ઘણીવાર આપણે ફોનમાં એપ્સ ડાઉનલોડ તો કરી લઇએ છીએ પરંતુ તેનો યુઝ ઘણો ઓછો કરીએ છીએ. આ એપ્સ ફક્ત તમારા ફોનની મેમરી યુઝ નથી કરતી પરંતુ બેટરી પણ યુઝ કરે છે. આ એપ્સને ડીલીટ કરી દો.

આ રીતે કરો ડીલીટ

ફોનના સેટિંગ્સમાં જશો તો App Management નો ઓપ્શન મળશે. તેના પર ટેપ કરવાથી તમને તમામ એપ્સ દેખાશે જે તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થયેલી છે. જેને અનઇન્સ્ટોલ કરવી છે તે એપ પર ટેપ કરો અને જ્યાં ડીલીટ લખ્યું છે તેને ટેપ કરો.

કેશ મેમરી ક્લિયર કરો

કેશ મેમરી ફોન અથવા કોમ્પ્યુટરના સીપીયુ અને મેમરી (RAM) વચ્ચે કામ કરે છે. તે ઘણી ઝડપથી કામ કરે છે. એપ્સ અને વેબસાઇટ લોડિંગ ટાઇમ ઓછો કરવા માટે તે ઘણો ડેટા કેશ કરી લે છે. આપણે જ્યારે પણ કોઇ ડેટા પ્રોસેસ કરીએ છીએ તો પ્રોસેસર તે ડેટાને પહેલા કેશ મેમરીમાં પછી RAMમાં ચેક કરે છે. જો તમારા ફોનમાં ઇન્ટરનલ મેમરી ઓછી હોય તો તમે કેશ મેમરી ડીલીટ કરીને સ્પેસ ફ્રી કરી શકો છો.

આ રીતે કરો ક્લિયર

vodafone amazon offer

ફોનની સેટિંગ્સમાં જાઓ. અહીં Storageનો ઓપ્શન મળશે. જો ન હોય તો સેટિંગ્સમાં આપેલા Additional Settingsમાં મળી જશે. સ્ટોરેજ પર ટેપ કરવા પર Internal Storage અથવા Clean Storageનો ઓપ્શન જોવા મળશે. અહીં Clean Up અથવા Cached Data લખેલું જોવા મળશે. તેના પર ટેપ કરીને તમે કેશ મેમરી ક્લિયર કરી શકો છો.

અન્ય સ્ટોરેજનો યુઝ

જો તમારા ફોનમાં ફોટોઝ વધુ સ્પેસ લઇ રહ્યાં હોય તો ફોનના બદલે અન્ય સ્ટોરેજ જેવા કે ગૂગલ ફોટોઝ અથવા અન્ય ક્લાઉડ સ્ટોરેજ એપ્સમાં સેવ કરી શકો છો. આ તસવીરોને પછીથી ફોનમાંથી ડીલીટ કરી દો.

આ વાતનું રાખો ધ્યાન

ફોટોને ફોનમાંથી ડીલીટ કરતાં પહેલાં ગૂગલ ફોટોઝમાં તેનું બેકઅપ લઇ લો. બેકઅપ માટે ઇન્ટરનેટ અથવા વાઇ-ફાઇ હોવું જરૂરી છે. જ્યારે તમે ગૂગલ ફોટો એપ ઓપન કરશો તો તેને એક વાર રિફ્રેશ કરી દો. રિફ્રેશ કરવા માટે સ્ક્રીનને ટચ કરી નીચે તરફ ખેંચી લો. તેનાથી બેકઅપ શરૂ થઇ જશે.

વીડિયો ડીલીટ કરો

આજના સ્માર્ટફોન 4K રેઝોલ્યુશન વાળા વીડિયો રેકોર્ડ કરે છે. આ વીડિયોની સાઇઝ અન્ય વીડિયો કરતાં વધુ હોય છે. આ કારણે તે વધુ સ્પેસ રોકે છે. તેનાથી બચવા માટે આ વીડિયોનું ક્લાઉડ બેકઅપ લઇ લો. અથવા તો તમે યુટ્યુબ પર પોતાનું એકાઉન્ટ બનાવીને ત્યાં પણ અપલોડ કરી શકો છો. તે બાદ ફોનમાંથી તે વીડિયો ડિલિટ કરી દો. તેનાથી તમારા વીડિયો પણ સેફ રહેશે અને ફોનની મેમરી પણ ફ્રી રહેશે.

ડાઉનલોડ્સની પણ સફાઇ જરૂરી

ઘણીવાર આપણે PDF,Word વગેરે જેવી ફાઇલ્સ ડાઉનલોડ કરવી પડે છે. જેનો ઉપયોગ ક્યારેક જ કરતાં હોઇએ છીએ. આ ફાઇલ્સને તમે ગૂગલ ડ્રાઇવ અથવા ડિજીલોકરમાં સેવ કરીને રાખી શકો છો. જ્યારે પણ તમારે આ ફાઇલ્સની જરૂર પડે ત્યારે તમે ગૂગલ ડ્રાઇવ અથવા ડિજિલોકરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!