GSTV
Life Photos Religion Trending

પૂજાના સમયે ન કરો આ પાંચ ભૂલ : ખોટા નિયમોથી પૂજા કરવાથી ભગવાન પ્રસન્નને બદલે થાય છે અપ્રસન્ન, નથી મળતું ઈચ્છિત ફળ

ઈશ્વરને પ્રસન્ન કરવા માટે મનમાં સાચી ભક્તિ હોવી જોઈએ પછી આપણું મન પુજા પાઠના ખોટા વિધિ વિધાનોમાં ઉલઝી જાવ છો. કહેવામાં આવે છે કે, પુજા પાઠ ખોટા નિયમોથી કરવાથી ભગવાન અપ્રસન્ન થાય છે.

પૂજા કરવાની શું છે સાચી રીત

  • વિષ્ણુ ભગવાનને ચોખા, ગળેશજીને તુલસી, દેવીને દુર્વા અને સૂર્યને બિલ્વપત્ર ક્યારેય અર્પણ ન કરવું જોઈએ.
  • શિવજીને બિલ્વપત્ર, વિષ્ણુને તુલસી, ગણેશજીને લીલી દુર્વા અને સુર્ય ભગવાનને લાલ કરેણના ફુલ અને માં દુર્ગાને લવિંગ તથા લાલ ફુલ ખુબ જ પ્રિય છે.
  • પૂજામાં દિપ સાચી જગ્યાએ રાખવો જોઈએ. ઘીનો દિપક હંમેશા જમણી તરફ અને તલનો દિપક ડાબી બાજુ રાખવો જોઈએ. જળપાત્ર, ઘંટ, ધુપદાની જેવી ચીજવસ્તુઓ હંમેશા ડાબી બાજુએ રાખવી જોઈએ.
  • ભગવાનને સ્નાન કરાવ્યાં બાદ ચંદનનું ટીલક કરવામાં આવે છે. આ દરમયાન ધ્યાન રહે કે દેવી દેવતાઓને હંમેના અનામિકા એટલે કે હાથની ત્રીજી આંગળીથી તિલક કે સિંદુર લગાવવો જોઈએ.
  • ગણેશ જી, હનુમાન જી, દુર્ગા માતા કે કોઈ પણ મૂર્તિમાંથી સિંદુર લઈને માથા ઉપર લગાવવું ન જોઈએ.
  • ભગવાનની આરતીની તૈયારી કરતા સમયે એક દિપથી બીજા દિપ અને ધુપ કે કપુર ક્યારેય ન પ્રગટાવો.
  • પૂજામાં જો કોઈ સામગ્રી ઓછી હોય તો તેનાથી પરેશાન થવાની જરૂર નથી અને વચ્ચે પૂજા ન છોડો. તેવામાં ભગવાનને ચોખા, ફુલ ચઢાવો અને મનમાં તે ચીજનું ધ્યાન ધરો.

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV