GSTV

કામની વાત/ તમારી કારને રાખવા માંગો છો ફિટ તો અપનાવો આ 9 મેઇન્ટેનેન્સ ટિપ્સ, કાર રહેશે નવી નક્કોર

કાર

Last Updated on June 19, 2021 by Bansari

મોટાભાગના લોકો મોંઘીદાટ કાર ખરીદે તો છે, પરંતુ તે તેનું મેન્ટેનેન્સ નથી કરી શકતાં. કાર ફિટ રહે તે માટે તેની જાળવણી એટલે કે મેન્ટેનેન્સ ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી કારની કેર નહીં લેશો, તો પછી નવી કારને જૂની થવામાં વધારે સમય લાગશે નહીં. કારની સારી સંભાળ રાખવામાં કેટલીક મેન્ટેનેન્સ ટીપ્સ ઉપયોગમાં આવી શકે છે. આજે અમે તમને આવી 9 ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

Tip 1

કાર ખરીદતી વખતે તમને મેન્યુઅલ મળે છે. આમાં આપેલી વસ્તુઓ કાળજીપૂર્વક વાંચો. જેમ કે તમારી કારની આગલી સર્વિસ ક્યારે છે, વીમા વિશેની માહિતી, પાર્ટ્સ અને તેના ઉપયોગ વિશેની માહિતી, જ્યારે કોઈ ખામી સર્જાય તો પ્રથમ ઉપાય શું થઈ શકે છે.

કાર

Tip 2

ધોવા માટે કાર વોશિંગ સોપનો ઉપયોગ કરો, લિક્વિડ ડીટરજન્ટ અથવા ડીશ ક્લીનરનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે.

Tip 3

આપણે બધા જાણીએ છીએ કે કારનું પર્ફોર્મેન્સ તેના એન્જિન પર આધારિત છે. આ માટે, ઓયલ ચેક કરો અને ચેન્જ કરો. તમે તમારું ઓયલ દર 5,000 થી 10,000 કિ.મી. પર બદલી શકો છો.

Tip 4

ઘણી વખત એવું બને છે કે ઓયલ, કૂલેંટ વગેરે જેવી વસ્તુઓ આપણી કારની નીચેથી નીકળવાનું શરૂ કરે છે, જેને આપણે અવગણીએ છીએ. જો તેલ લીક થઈ રહ્યું છે, તો તરત જ મિકેનિક દ્વારા તેની તપાસ કરાવો.

Tip 5

જો તમારી કારની બ્રેક્સ ખૂબ નીચે આવે છે, તેની સાથે બ્રેક વાગતી વખતે અવાજ આવે છે, તો તરત જ તેને મિકેનિકને બતાવો. આ બેદરકારી તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

કાર

Tip 6

ઉનાળામાં કાર એન્જિન વધારે ગરમ થવું સામાન્ય છે. આ માટે, તમે તમારી કારના રેડિએટરમાં કૂલેંટનું લેવલ ચેક કરતાં રહો.

Tip 7

કારમાંથી બહાર નીકળતા પહેલા, ટાયરમાં હવાનું પ્રેશર ચેક કરવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાયરમાં હવા ઓછી હોવાને કારણે અકસ્માત થવાની સંભાવના પણ છે. ટાયરમાં ઓછું હવાનું દબાણ કારના એંજિન પર દબાણ લાવે છે. આ સીધી કારના માઇલેજને અસર કરે છે.

કાર

Tip 8

જો તમને જરૂર વિના ક્લચનો ઉપયોગ કરવાની ટેવ હોય, તો તે ક્લચને નુકસાન પહોંચાડે છે. આ સાથે, જો ક્લચમાં કોઈ સમસ્યા લાગે, તો તેની તપાસ કરાવો.

Tip 9

બેટરી ચેકઅપ અને બેટરીની સંભાળ ખૂબ મહત્વપૂર્ણ છે. મોટાભાગની કાર બેટરીઓ મેન્ટેનેન્સ-ફ્રી હોય છે, તેથી જો તમારી બેટરી આ પ્રકારની ન હોય તો નિયમિતપણે ઇલેક્ટ્રોલાઇટનું સ્તર તપાસો. જો પાણી ઓછું હોય તો તેમાં ડિસ્ટિલ્ડ વૉટર  ઉમેરો.

Read Also

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!