GSTV
Home » News » Apple વપરાશ કર્તા માટે આવ્યા ખુશીના સમાચાર, કંપની લાવી રહી છે નવા ફીચર્સ

Apple વપરાશ કર્તા માટે આવ્યા ખુશીના સમાચાર, કંપની લાવી રહી છે નવા ફીચર્સ

એપ્પલ આવનારા બે વર્ષમાં એટલે કે 2021 સુધી ફોલ્ડેબલ ડિવાઈસ લોન્ચ કરી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ આઈફોનની જગ્યાએ આઈપેડ હશે. એક રિપોર્ટ મુજબ અડધાથી વધુ એપ્પલ કસ્ટમર્સ તેના માટે 600 ડોલર એટલે લગભગ 40,000 રૂપિયા એક્સ્ટ્રા આપવા માટે તૈયાર છે.

ખરીદારો માટે ફોલ્ડેબલ ગેજેટની કિંમત લેવા માટે પ્રોબ્લેમ ઉભો કરે છે. જોકે એપ્પલ કસ્ટમર્સના ગ્રાહકોએ ફોલ્ડેબલ ફોન અથવા આઈપેડને ખરીદ માટે રસ બતાવ્યો છે. અનુમાન લગાવામાં આવે છે કે ફોલ્ડેબલ ડિવાઈસની કિંમત ચાર ગણી વધારે હોઈ શકે છે. જણાવીએ કે એપ્પલે ફોલ્ડેબલ ડિવાઈસ માટે પહેલા પણ પેટેન્ટ કરાવ્યા છે.

આ પેટેન્ટમાં ટેબલેટના જેવું ડિવાઈસ જોવા મળશે જે બુકની જેમ વાળી શકાશે. આ પહેલા 2018માં આઈફોન મેકરે એક ફોલ્ડેબલ ફોન ફ્લેક્સિબલ હિંગ માટે પેટેન્ટ મેળવ્યું હતું. કંપની આ વર્ષે આઈફોનના ત્રણ મોડલ લોન્ચ કરશે.

ડી43 આઈફોન એક્સએસ મેક્સની જગ્યા લેશે, જ્યારે ડી42 આઈફોન એક્સએસની જગ્યા લેશે અને એન104 આઈફોન એક્સઆરની જગ્યા લેશે. નવો આઈફોન 11 મોડલ્સ આઈફોન એક્સએસ સીરીઝની જગ્યા લેશે, જેમાં ટ્રિપલ રિયર કેમેરા હશે.

Read Also

Related posts

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

ટ્વિટર પર ટૉપમાં દેખાવા લાગ્યાં પૉર્ન બૉટ્સ, લોકોને લલચાવી ચોરે છે તેમની માહિતી

NIsha Patel

Jio GigaFiber: Free LED TV જરૂર મળશે, પણ ચુકવવી પડશે આટલી કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!