લાલુના ઘાસચારા કૌભાંડ કરતા મોટું કૌભાંડ પાંજરાપોળમાં, આ રીતે કર્યા નાણાં ચાંઉ

લાલુ પ્રસાદ યાદવના ઘાસચારા કૌભાંડ કરતા મોટું ઘાસચારા કૌભાંડ ગુજરાતમાં થયું હોવાનો આરોપ ભારતીય બુદ્ધિજીવી સંઘ, ગૌ રક્ષા અભિયાન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતીને કારણે આ કૌભાંડ બહાર આવ્યું હોવાનો દાવો કરાયો છે. ભારતીય બુદ્ધિજીવી સંઘનો આક્ષેપ છે કે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની 24 વિકાસલક્ષી યોજનામાંથી 17મી યોજનામાં ગોટાળો કરવામાં આવ્યો છે. પાંજરાપોળના પશુઓને ઘાસચારો આપવા માટે સરકારે યોજના બનાવી હતી. જેમાં 250 ગામોની પડતર જમીન પર ઘાસચારો ઉગાડવાનો હતો.

જમીન પર ઉગેલા નિંદામણને દુર કરી જેસીબીની મદદથી જમીન સમથળ કરી બી વાવી ઘાસચારો ઉગાડી પાંજરાપોળમાં મોકલવાનો હતો. જોકે આમ કરવાને બદલે અધિકારીઓએ ખોટી કામગીરી બતાવી નાણાં ચાંઉ કરી લીધાં હોવાનો આક્ષેપ કરાયો છે. કૌભાંડીઓ દ્વારા કામગીરીના જે ફોટા બતાવાયા છે તે અન્ય જમીનોના બિયારણના હોવાનો આક્ષેપ કરાયો છે. બીલોના આધારે ચેકથી પૅમેન્ટ કરવાને બદલે કેશમાં પેમેન્ટ કરાયુ છે.

પીપીપી મોડેલની આ યોજનામાં આશરે 6 લાખ રૂપિયા ખાનગી લોકો પાસેથી લેવામાં આવ્યા પણ તે કઈ બેંકમાં જમા કરાવ્યા તેનો કોઈ ઉલ્લેખ નથી. એટલું જ નહીં ટેન્ડર કર્યા વગર સમગ્ર કામગીરી કરવામાં આવી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter