GSTV
Home » News » ચોમાસું નબળું રહેતા ગ્રામિણ ક્ષેત્રમાં અટકી શકે છે FMCGનો વૃદ્ધિદર

ચોમાસું નબળું રહેતા ગ્રામિણ ક્ષેત્રમાં અટકી શકે છે FMCGનો વૃદ્ધિદર

હાલ ભારતીય હવામાન વિભાગ અને વિદેશી હવામાન એજન્સીએ ભારતમાં ચાલુ વખતે પણ ચોમાસું નબળું રહેવાની આશંકા વ્યક્ત કરી છે. જેની સીધી અસર કૃષિ ક્ષેત્ર થતા સમગ્ર દેશના આર્થિક વિકાસદરને મોટો ફટકો પડવાની શક્યતા છે. ગ્રામિણ વિસ્તારની આવક ઘટવાથી ત્યાંનો વપરાશ વૃદ્ધિદર નીચે જતા FMCG કંપનીઓ સામે મુશ્કેલી સર્જાશે. અગ્રણી એફએમસીજી કંપની નેસ્લે ઇન્ડિયાએ કહ્યું કે, ભારત તેનું સૌથી ઝડપી વિકસતું બજાર છે અને વર્ષ 2018માં રૂપિયાના હિસાબથી આ બજારમાં તેનો વૃદ્ધિદર 10.9 ટકા રહ્યો છે. તેની ભારતીય પેટાકંપની નેસ્લે ઇન્ડિયાએ વર્ષ 2018માં 11,292.27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ભારત કંપનીના ટોચના બજારો પૈકીનું એક છે.

નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને એમડી સુરેશ નારાયણને કહ્યું કે, અમે વર્ષ 2018માં નેસ્લેના સૌથી ઝડપથી વિકાસ કરી રહેલા બજારમાં છીએ. સ્થાનિક ચલણના હિસાબથી અમે 10.9 ટકાની વૃદ્ધિકર છે. ચિંતા વ્યક્ત કરતા તેમણ કહ્યું કે આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં વરસાદ સરેરાશ કરતા ઓછું રહેવાથી ગ્રામિણ ક્ષેત્રમાં એફએમસીજી સેક્ટરના વૃદ્ધિદરને માઠી અસર થઇ શકે છે. સાથે જ નીચા સ્તરે રહેલી મોંઘવારીને પણ અસ્થિર બનાવી શકે છે. નબળા ચોમાસની આગાહી બાદ કૃષિ પેદાશોના ભાવમાં સ્પષ્ટપણ તેજી તરફી ચાલ દેખાઇ રહી છે અને જો ચોમાસામાં પુરતો વરસાદ ન પડે તો ભાવ વધુ ઝડપથી ઉછળશે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષથી મોંઘવારી દર નીચા સ્તરે રહેલો છે. વરસાદની સ્થિતિ વધુ વકરતા મોંઘવારી ફરી માથું ઊંચકી શકે છે.

Read Also

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

હવે ટિકિટ વિંડો પર લાઈનમાં નહીં ઉભા રહેવું પડે, રેલવે મંત્રાલયે આ એપ દ્વારા શરૂ કરી નવી આ સર્વિસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!