GSTV
Home » News » પેટ્રોલ અને ડીઝલના ભાવ મામલે મોટો ખુલાસો, નાણામંત્રીએ લોકસભામાં આપ્યો આ જવાબ

પેટ્રોલ અને ડીઝલના ભાવ મામલે મોટો ખુલાસો, નાણામંત્રીએ લોકસભામાં આપ્યો આ જવાબ

છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે જેને પગલે ખાદ્યચીજોના ભાવ વધારાની સાથે લોકો ઉપર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. જો કે પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની કોઇ અપેક્ષા રાખતા નથી. કારણે સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હાલ પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનો કોઇ પ્રસ્તાવ નથી. નાણાંપ્રધાન નિર્મલા સિતારમને આજે લોકસભામાં જણાવ્યું કે, દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કોઇ ચોક્કસ સમયગાળા સુધી સ્થિર રહેતા નથી.

શુ પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવશે કે નહીં તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે, એક રીતે તો પહેલાંથી જ જીએસટીની ઝીરો રેટ કેટેગરી હેઠળ છે. આ દર અંગેનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા નિર્ધારિત થાય છે. કેન્દ્રીય નાણાંપ્રધાનની અધ્યક્ષતામાં બનેલી આ જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે તમામ રાજ્યોના નાણાં અથવા કરપ્રભારી મંત્રીઓ છે. સિતારમને વધુમા કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલ પરનો કરવેરો ઘટાડવા અંગે હાલ કોઇ પ્રસ્તાવ છે.

ઉપરાંત નવો કોઇ કર લાદવાની પણ વિચારણા નથી, પેટ્રોલ-ડીઝલ ઉપર કેન્દ્ર સરકારની વિવિધ સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ ડયૂટી લાદેલી છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ ટેક્સ વસૂલાય છે. નાના ખેડૂતોને ડીઝલ પર સબસિડી આપવામાં આવશે કે તેમ તેવા પ્રશ્નના જવાબમાં સિતારમને કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર જુદા-જુદા સ્તરે ટેક્સ વસૂલે છે. સબસિડી આપવી કે ન આપવી એ રાજ્ય સરકારો પર નિર્ભર છે.

READ ALSO


Related posts

સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…

Karan

પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ

Karan

દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!