GSTV

અંતરિમ બજેટ મામલે થયો મોટો ખુલાસો, આ કદાવર મંત્રી જ મોદી સરકારનું રજૂ કરશે બજેટ

Last Updated on January 19, 2019 by Karan

નાણામંત્રી અરૂણ જેટલી જ અંતરિમ બજેટ રજૂ કરશે. અરુણ જેટલી ખરાબ તબિયતના કારણે અમેરિકામાં સારવાર કરાવી રહ્યા છે. ત્યારે, 1 ફેબ્રુઆરીએ બજેટ કોણ રજૂ કરશે તેની અટકળો વચ્ચે નાણા મંત્રાલયના ટોચના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે બજેટ જેટલી જ રજૂ કરશે. સાથે જ તેઓ અગાઉના વર્ષોની જેમ જાતે જ બજેટને લગતુ ભાષણ પણ વાંચશે.

મોદી સરકાર મતદારોને ખુશ કરવા માટે મોટી ઘોષણાઓ કરશે

જેટલી હાલમાં અમેરિકામાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મંત્રીએ ન્યૂયોર્કથી વિડિયો કોન્ફરન્સિંગ દ્રારા એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ હતુ કે ચૂંટણી વર્ષનુ બજેટ ઈન્ટરિમ બજેટ જ હોય છે. આ જ પરંપરા રહી છે પણ ઈકોનોમીનું હીત હંમેશા નક્કી કરે છે કે બજેટમાં શું હોવુ જોઈએ. જેની ચર્ચા આ સ્તરે કરવી શક્ય નથી. જેટલી દ્રારા પહેલી ફેબ્રુઆરીએ છઠ્ઠુ બજેટ રજૂ કરશે. જે ઈન્ટરિમ બજેટ રહેશે. અપેક્ષા સંવાઈ રહી છે કે, આ બજેટ સામાન્ય બજેટ જેવું જ હશે. એવા સમાચાર છે કે, લોકસભાની ચૂંટણી પહેલા ઈન્ટરિમ બજેટમાં પણ મોદી સરકાર મતદારોને ખુશ કરવા માટે મોટી ઘોષણાઓ કરી શકે છે.

23 ઓગસ્ટથી તેમણે જવાબદારીઓ સંભાળી

અરૂણ જેટલીને કિડનીની બિમારી થઈ છે. તેઓને 14 મે, 2018ના રોજ  દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન રેલમંત્રી પીયુષ ગોયલને નાણા મંત્રાલયનો કારોભાર સોંપવામાં આવ્યો હતો. 23 ઓગસ્ટથી તેમણે જવાબદારીઓ સંભાળી હતી.

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!